પાકિસ્તાનના વડા પ્રધાન સેલ્ફ આઇસોલેશનમાં શા માટે ગયા? જાણો.

22 April, 2020 02:51 PM IST  |  Islamabad | Gujarati Mid-Day Online Correspondent

પાકિસ્તાનના વડા પ્રધાન સેલ્ફ આઇસોલેશનમાં શા માટે ગયા? જાણો.

ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે એક એવા માણસના સંપર્કમાં આવ્યા જેનો બાદમાં કોરોના પૉઝિટીવ આવ્યો હતો.આ જાણ થયા પછી ઇમરાન ખાનનો ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો.હાલમાં ઇમરાન ખાન જાતે જ સેલ્ફ આઇસોલેશનમાં ચાલી ગયા છે.પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 9749 લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે જ્યારે 209 લોકોનાં મોત નીપજ્યાં છે.

15 એપ્રિલના રોજ ઇમરાને પાકિસ્તાનના પ્રખ્યાત એધી ફાઉન્ડેશનના ચીફ અબ્દુલ સત્તાર એધીના પુત્ર ફૈઝલ એધીને મળ્યા હતા. બાદમાં ફૈઝલ કોરોના પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું. આ જોતા ઇમરાનનો ટેસ્ટ લેવાયો અને તેમનું સેમ્પલ તેમની ઑફિસમાંથી લેવાયું. આજે ગમે ત્યારે ટેસ્ટનું પરિણામ જાણવા મળી શકે છે.સાવચેતી તરીકે ઇમરાન પહેલાથી જ સેલ્ફ આઇસોલેશનમાં ગયા છે.

imran khan pakistan covid19 coronavirus international news