US Riots: જ્યોર્જનાં હત્યારા પોલીસ અધિકારીની પત્નીએ તેને છૂટાછેડા આપ્યા

02 June, 2020 10:32 PM IST  |  Minneapolis | Gujarati Mid-Day Online Correspondent

US Riots: જ્યોર્જનાં હત્યારા પોલીસ અધિકારીની પત્નીએ તેને છૂટાછેડા આપ્યા

આઠ મિનીટ સુધી તેના ગળા પર પોલીસ અધિકારીએ પોતાનો ઘુંટણ દાબી રાખ્યો હતો અને લોકોની નજર સામે જ જ્યોર્જનું મૃત્યુ થયું હતું.

25મી મેનાં રોજ આફ્રિકન અમેરિકન 46 વર્ષનાં જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું. રંગભેદ અને જાતિવાદને આ મુદ્દે આખા યુએસએમાં ભારે વિરોધો, તોફાનો, દેખાવો બધું જ શરૂ થયું છે. જ્યોર્જ ફ્લોયડનો કિસ્સા બધાં હવે તો જાણે જ છે કે મિનેસોટા, મિનિઓપોલિસમાં એક સ્ટોરની બહાર પોલીસે તેની અટકાયત કરી. પોલીસ અધિકારી ડેરેક શોવિને તેને એ રીતે ઝડપ્યો હતો કે તેણે પોતાનું ઘુંટણ તેના ગળા પર દબાવી રાખ્યું. સતત ફરતા થયેલા વીડિયો ફૂટેજેમાં સ્પષ્ટ દેખાય છે પોલીસનાં ઘુંટણ નીચે દબાઇ રહેલો જ્યોર્જ કહી રહ્યો છે કે તેનો શ્વાસ ઘુંટાય છે અને આસપાસ ઉભેલા લોકો તેને બુમ પાડીને કહી રહ્યા છે કે એ માણસ મરી જશે તમે આ ન કરો. પણ પોલીસ અધિકારી પોતાનો ઘુંટણ નથી ખસેડતો અને અંતે જ્યોર્જનાં શ્વાસ થંભી જાય છે. આઠ મિનીટ સુધી તેના ગળા પર પોલીસ અધિકારીએ પોતાનો ઘુંટણ દાબી રાખ્યો હતો અને લોકોની નજર સામે જ જ્યોર્જનું મૃત્યુ થયું હતું. ત્યાં ઉભેલા બીજા અધિકારીએ પણ જ્યોર્જની નાડ તપાસી છે તેવું વીડિયોમાં દેખાય છે.

વાતનું મૂળ હતું કે 25 મેની સાંજે ફ્લોયેડે ‘કપ ફુડ્સ’ નામના સ્ટોરમાંથી સિગરેટનું પેકેટ ખરીદી 20 ડોલર ચૂકવ્યા હતા. પરંતુ સ્ટોરના કર્મચારીને તે નોટ નકલી હોવાનું લાગ્યું અને તેણે પોલીસને જાણ કરી. ફ્લોયડ તેના મૂળ નિવાસસ્થાન હ્યુસ્ટન, ટેક્સાસથી ઘણાં વર્ષો પહેલાં મિનીઆપોલિસ શિફ્ટ થયો હતો અને શહેરમાં બાઉન્સર તરીકે કામ કરતા જ્યોર્જને પણ લૉકડાઉન અને કોરોનાવાઇરસને કારણે નોકરી ગુમાવવી પડી હતી. જ્યોર્જની સાથે જે થયું તે બધું જ વીડિયો રેકોર્ડ થયું અને હવે અમેરિકામાં તોફાનો ફાટી નીકળ્યા છે જેનાથી આપણે વાકેફ છીએ.

અમેરિકામાં પોલીસે વિરોધ કરનારા 4100 લોકોને જેલ ભેગા કર્યા જેમાંથી 3000 તો શ્વેત લોકો છે. જ્યોર્જની હત્યા કરનારા શ્વેત પોલીસ અધિકારીની પત્ની પણ આ આંદોલનમાં સામેલ છે અને તેણે પોતાના પતિને જ્યોર્જની હત્યા બીજા જ દિવસે મૌખિક છૂટાછેડા આપી દીધા અને શનિવારે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ ફાઇલ કરી દીધી છે. આ મહિલાએ કહ્યું છે કે હું આવા નીચ અને અધમ વિચારો ધરાવતા શેતાન સાથે જીવન વ્યતીત કરતી હતી તેનો મને બેહદ અફસોસ છે.

 

united states of america international news