Lockdown Effect: UKમાં જેની સાથે ન રહેતા હો તેની સાથે સેક્સ ગેરકાયદે

02 June, 2020 02:31 PM IST  |  England | Gujarati Mid-Day Online Correspondent

Lockdown Effect: UKમાં જેની સાથે ન રહેતા હો તેની સાથે સેક્સ ગેરકાયદે

યુકેનાં કોરોનાવાઇરસ લૉકડાઉનને પગલે એવા યુગલો જે સંબંધમાં તો છે પણ સંજોગોવશાત એક છત નીચે નથી રહેતા તેઓ કોઇપણ પ્રકારનાં સીધા સાદા સંપર્કમાં પણ નહીં આવી શકે. અં

કોરોનાવાઇરસે તો જે રીતે જીવન બદલ્યું છે એ અંગે જેટલી વાત થાય એટલી ઓછી. હવે ઇંગ્લેન્ડમાં નવો કાયદો લાગુ કરાયો છે. આ કાયદા અનુસાર જે યુગલો અલગ અલગ ઘરોમાં રહે છે તેઓ હવે સેક્સ નહીં કરી શકે અને એક બીજાને ઘરે રાતવાસો પણ નહીં કરી શકે. આમ કરનારાએ કાયદાનો ભંગ કર્યો એમ કહેવાશે. યુકેનાં હેલ્થ પ્રોટેક્શન રેગ્યુલેશન્સે પહેલાં પણ એવો કાયદો જાહેર કર્યો હતો કે વાજબી કારણ વિના કોઇપણ ઘરમાંથી બહાર નહીં નિકળી શકે જો કે હવે એ જાહેરાત વધુ આકરા કાયદાની જાહેરાતથી રિપ્લેસ થઇ ગઇ છે. લોકો ક્યાં સુઇ શકે અને ક્યાં ભેગા થઇ શકે એની પર પણ હવે ત્યાં કાયદા જાહેર થવા માંડ્યા છે.

આ કાયદા અનુસાર સોમાવારે ઇંગ્લેન્ડની સંસદમાં જાહેરાત કરાઇ કે જ્યાં બે કે તેથી વધુ લોકો એક જ સ્થળે હાજર હોય જેથી તેઓ કોઇપણ પ્રકારનાં સોશ્યલ સંવાદ સાધે અથવા તો એકબીજા સાથે કોઇપણ પ્રવૃત્તિ કરે તો તેગેધરિંગ એટલે કે ભેગાં થવું કે મેળાવડો ગણાશે.

સત્તાધિશો અનુસાર કોઇપણ વ્યક્તિ જાહેર કે ખાનગી સ્થળોએ થતા આવા મેળાવડામાં ભાગ નહીં લે જ્યાં છ કરતાં વધુ લોકો હોય પછી તે ઇન્ડોર્સ જ કેમ ન હોય અને ત્યાં બે કે તેથી વ્યક્તિઓ હાજર હોય.

પોતાના ઘરની બહાર રહી કોઇ બીજાના ઘરે રાતવાસો કરવાને પણ કાયદાની એક જોગવાઇ ગેરકાયદેસર બનાવે છે. આનો અર્થ એમ કે કોઇપણ માણસ ઘર નહીં બદલી શકે, કામ નહીં બદલી શકે, અંતિમ વિધિમાં સામેલ નહીં થઇ શકે, કેર પ્રોવાઇડર્સને પણ તકલીફ પડશે અને કોઇ જોખમી સ્થિતિમાંથી બહાર નીકળવાનું હશે તો પણ સમસ્યા થશે. એવા યુગલો જે સાથે નથી રહેતા, કામને કારણે અલગ રહેતા હોય તો પણ તેઓ બંધ બારણે એકબીજાને નહીં મળી શકે, બહાર ખુલ્લામાં મળી શકશે.

 હવે લોકો જો જાહેરમાં સેક્સ કરશે તો તો પબ્લિક ડિસન્સીને લગતા કાયદા હેઠળ તેમની ધરપકડ થઇ શકે છે પણ આ યુગલો બંધ બારણે તો મળી જ નહીં શકે. પોલીસલોકોને કાયદો તોડવા બદલ અરેસ્ટ કરી શકે છે અથવા તો 100 પાઉન્ડનો દંડ પણ ફટકારી શકે છે પણ પોલીસ પાસે લોકો પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં શું કરે છે તે ચકાસવાની સત્તા નથી હોતી. યુકેનાં કોરોનાવાઇરસ લૉકડાઉનને પગલે એવા યુગલો જે સંબંધમાં તો છે પણ સંજોગોવશાત એક છત નીચે નથી રહેતા તેઓ કોઇપણ પ્રકારનાં સીધા સાદા સંપર્કમાં પણ નહીં આવી શકે. અંગતતા અને ફેમિલી લાઇફ આ બંન્ને અધિકારો પર આ દેખીતું બંધન છે જે યોગ્ય નથી પછી ભલે તે સ્વાસ્થ્ય લક્ષી હોય તેમ યુકેના ધી ઇન્ડિપેન્ડન્ટ અખબારમાં ટાંકવામાં આવ્યું હતું.

international news united kingdom england