“સરહદે જે થયું તેમાં અમારી કોઇ જ જવાબદારી નથી”: ચીન

17 June, 2020 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

“સરહદે જે થયું તેમાં અમારી કોઇ જ જવાબદારી નથી”: ચીન

ઝાઓ લિજિન

ભારતની સરહદ પર હિંસક અથડામણમાં 20સૈનિકો માર્યા ગયા બાદ ચીની વિદેશ મંત્રાલયે ફરી એકવાર આ હિંસક ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને બુધવારે કહ્યું હતું કે હિંસાની ઘટના ચીનના એલઓસી વિસ્તારમાં બની છે, તેથી અમે જવાબદાર નથી. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો રાજદ્વારી અને સૈન્ય ચેનલોના સંપર્કમાં છે.

લિજિને કહ્યું, “સ્પષ્ટ છે કે (હિંસાની ઘટના) ચીનનાં વાસ્તવિક નિયંત્રણ લાઇનના વિસ્તારમાં થઈ હોવાથી તે ચીન માટે જવાબદાર નથી. રાજદ્વારી સ્તરે સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવા ચીન અને ભારત બંને પર્કમાં છે.આ અગાઉ મંગળવારે પણ ચીનના વિદેશ મંત્રાલયે આ હિંસક ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યો હતો.

લિજિને કહ્યું કે ભારતીય સૈનિકોની કાર્યવાહીને કારણે બંને પક્ષો વચ્ચે ગંભીર શારીરિક સંઘર્ષ થયો હતો. ચીને આ અંગે ભારત સામે જ વાંધો ઉઠાવ્યો છે. અમે ભારતને વિનંતી કરી છે કે તે તેના સૈનિકો પર નિયંત્રણ રાખે ખાસ કરીને સરહદ પાર કરવા તથા એકપક્ષી કાર્યવાહી કરવાથી બચે, જે સરહદની સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે.

china indian army international news