અલાસ્કામાં 7.8ની તિવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

22 July, 2020 03:55 PM IST  |  Anchorage | Gujarati Mid-Day Online Correspondent

અલાસ્કામાં 7.8ની તિવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

પ્રતીકાત્મક તસવીર

અલાસ્કા પેનિનસ્યુલા (Earthquake in Alaska)માં બુધવારે રિક્ટર સ્કેલ પર 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ તેના એપિસેન્ટરની આસપાસ 300 કિલોમીટર સુધી સુનામી (Tsunami)ની ચેતવણી આપવામાં આવી છે. યૂએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપનું એપિસેન્ટર પેરિવિલેથી 60 માઇલ દૂર હતું જ્યારે એન્કોરેન્જથી 500 માઇલ દૂર હોવાનું કહેવાય છે.

મીડીયા રિપોર્ટ્સમાં હજુ સુધી જાનમાલના નુકસાન વિશે વિગતો જાહેર નથી થઇ. ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઇ છે. સુનામીની ચેતવણી દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પેનિનસ્યૂલા માટે છે. USGS અનુસાર, જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો સામાન્ય રીતે સુનામીનું જોખમ તોળાય છે.  7.6થી 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ એક ખતરનાક સુનામી આવવાની આશંકા રહે છે. સુનામી સેન્ટરે નિવેદનમાં કહ્યું છે કે, સુનામીની ચેતવણી પ્રારંભિક જાણકારીના આધારે આપવામાં આવી રહી છે. શક્ય છે કે બાદમાં તેમાં ફેરબદલ આવે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી અનેક માઇલ દૂર રહેવાની સૂચના અપાઇ ગઇ છે, કારણ કે સુનામીના કારણે ઊંચે ઉઠતા મોંજો થોડીક સેકન્ડોમાં અનેક કિલોમીટરનું અંતર કાપી શકે છે.સેન્ટરે કહ્યું કે યુએસ અને કેનેડાના અન્ય પેસિફિક કિનારાઓ જે ઉત્તર અમેરિકામાં છે ત્યાં સુનામીનું જોખમ નથી.

international news world news