પાકિસ્તાનમાં પ્લેન ક્રેશ, કરાંચી પાસે દુર્ઘટના, 98નાં મોતની આશંકા

22 May, 2020 04:55 PM IST  |  Lahore | Gujarati Mid-Day Online Correspondent

પાકિસ્તાનમાં પ્લેન ક્રેશ, કરાંચી પાસે દુર્ઘટના, 98નાં મોતની આશંકા

લગભગ મુસાફરો અને ક્રુ મેમ્બર્સ અને પાઇલટ એમ 8 સહિત 90 જેટલા મુસાફરોને લઇને લાહોરથી કરાચી જઇ રહેલી ફ્લાઇટમાં દુર્ઘટના ઘટી છે અને કરાચી એરપોર્ટ પાસે ઘટેલા આ બનાવમાં જેટલા જણા મુસાફરી કરતાં હતાં તે બધાં જ  8 જણ મોતને ભેટ્યાં હોવાની આશંકાનાં સમાચાર છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ આ દુર્ઘટનાનો ભોગ બની છે. પાકિસ્તાની મીડિયાનાં રિપોર્ટ અનુસાર પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે આ દુર્ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે, ફ્લાઈટ A-320,90 મુસાફરોને લઈને જઈ રહ્યુ હતુ. વિમાન લાહૌરથી કરાંચી જઈ રહ્યુ હતું અને માલિરમાં મોડલ કોલોનીની પાસે જિન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.જોકે હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.લેન્ડ થવાના થોડા સમય પહેલાં જ પ્લેન ક્રેશ થયું હતું.

આ વિમાન કરાચીમાં પડી ભાંગ્યું છે અને એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલાં તે રહેણાક વિસ્તારમાં પડ્યું અને વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ છે. જ્યાં વિમાન પડ્યું ત્યાં ઘણાં મકાનો અને ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. સુત્રો અનુસાર પ્લેન લેન્ડ થાય તે પહેલાં જ તેની સાથે તમામ સંપર્કો તુટી ગયા હતા. વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં 85 અને બિઝનેસ ક્લાસમાં 6 પ્રવાસીઓ હતા.

દુર્ઘટના બાદ પાકિસ્તાની સેનાની ક્વિક રીએકશન ફોર્સ, પાકિસ્તાન રેન્જર્સ સિંધ ટ્રૂપ્સ, કરાચી પોલીસ અને ફાયર બ્રિગનેડની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કાર્ય આરંભી દીધું હતું. આરોગ્ય મંત્રીએ પ્લેન ક્રેશના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

pakistan lahore international news