International Men`s Day 2022 : જાણો મહત્વ, થીમ અને ઈતિહાસ

19 November, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સમાજને પુરુષોની મહત્વતા જણાવવી પણ એટલી જ જરૂરી છે. જેને માટે દરવર્ષે 19 નવેમ્બરે ઇન્ટરનેશન મેન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ આપણાં સમાજમાં પુરુષના ગુણોનું માન, લૈંગિક સમાનતા અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃકતાનો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મહિલા (Women) અને પુરુષ (Men) બન્ને આપણાં સમાજનો મહત્વનો ભાગ છે. મહિલાઓને સશક્ત (Women Empowerment) બનાવવા અને જાગૃકતા લાવવા માટે વિશ્વમાં જુદાં જુદાં પ્રકારના આયોજન કરવામાં આવે છે. આની સાથે જ સમાજને પુરુષોની મહત્વતા જણાવવી પણ એટલી જ જરૂરી છે. જેને માટે દરવર્ષે 19 નવેમ્બરે ઇન્ટરનેશન મેન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ આપણાં સમાજમાં પુરુષના ગુણોનું માન, લૈંગિક સમાનતા અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃકતાનો છે.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનો ઈતિહાસ
મહિલા દિવસની શરૂઆત બાદ વિશ્વમાં પુરુષ દિવસ ઉજવવાની માગ પણ વેગવાન બની હતી, જેના પછી પહેલી વાર વર્ષ 1999માં ત્રિનિદાદ અને ટોબેગોમાં વેસ્ટઇન્ડિઝ વિશ્વવિદ્યાલયના ઇતિહાસના પ્રૉફેસર ડૉ. જેરોમ ટીલકસિંહ દ્વારા તેમના પિતાના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રોફેસર ડૉ. જેરોમ દ્વારા આ દિવસને પુરુષોના મુદ્દા ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા, જેના પછી International Men`s Day ઉજવવાની શરૂઆત થઈ.

ભારતમાં પહેલી વાર 19 નવેમ્બર 2007ના રોજ ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કોઈ ખાસ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મેન્સ ડે હેલ્પિંગ મેન અને બૉઇઝ (Helping Men and Boys)ની થીમ પર ઉજવવામાં આવશે.

આ પણ વાંચો : International Day of Tolerance કેમ ઉજવવો જરૂરી? જાણો ઇતિહાસ અને ઉદ્દેશ

પુરુષ દિવસ ઉજવવાની જરૂર કેમ જણાઈ
હંમેશાં આપણાં સમાજમાં મહિલાઓને અબળા અને લાચાર માનવામાં આવ્યું, પુરુષ પ્રધાન વિચારે લોકોને એ જ જણાવ્યું કે મુશ્કેલી માત્ર મહિલાને જ હોઈ શકે છે. પણ ખરી હકિકત આ નથી. હંમેશાં પુરુષોને ઘરના મુખિયા અને જવાબદારી ઉઠાવનાર કહેવામાં આવ્યા, પણ તેમના ત્યાગ અને સંઘર્ષને સામે રાખવામાં આવ્યા નહીં. જેના પછી આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શરૂઆત થઈ, જેમાં પુરુષોના સંઘર્ષ અને મુશ્કેલીઓને પણ લોકોની સામે રજૂ કરવામાં આવ્યા.

international news