હવે વિદેશમાં રહીને પણ કરાવી શકો છો આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ રિન્યૂ

11 January, 2021 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હવે વિદેશમાં રહીને પણ કરાવી શકો છો આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ રિન્યૂ

તસવીર સૌજન્ય જાગરણ

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની વૈધતા માર્ચ 2020થી અત્યાર સુધી ઘણીવાર વધારી દેવામાં આવી છે. જેને રિન્યૂ કરવવા માટે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે, આ જ ક્રમમાં હવે વિદેશમાં રહેતા ભારતીયોના લાઇસન્સને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ભારત આવીને તેને રિન્યૂ કરાવવાની જરૂર નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નાગરિક પોતાના દેશમાં જ એમ્બેસીમાં જઈને અપ્લાય કરી શકો છો. જ્યાં તેમના દ્વારા આવેદન કરવામાં આવેલા પત્ર દેશના વાહન પોર્ટલ પર આવી જશે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે સંબંધિત નાગરિકનું આરટીઓ રિન્યૂઅલ પછી લાઇસન્સને તેના ગેશમાં આરટીઓમાં મોકલવામાં આવશે. આની સાથે જ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે હવે મેડિકલ અને વૈધ વીઝાની અનિવાર્યતા પણ હટાવી દેવામાં આવી છે.

એટલે કે જો વિદેશમાં રહો છો, અને તમને પોતાના લાઇસન્સ રિન્યૂ કરાવવો છે, તો તમે આ માટે મેડિકલ કરાવવાની જરૂર નથી. જણાવવાનું કે, આજે પણ ઘણાં એવા દેશ છે, જેમાં તમને વીઝા અથવા તમારે તે દેશમાં પહોંચવા પર મળે છે કે છેલ્લા સમયે આ પ્રક્રિયાને પ્રૉસેસ કરવામાં આવે છે એવામાં હવે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ માટે તમારે વીઝાની રાહ જોવાની જરૂર નહીં રહે.

તમે ભારતમાં રહીને પણ વીઝા વરગ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાય કરી શકો છો. શરત એટલી જ છે કે તમારે અમુક દિવસમાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ નિયમોને કારણે વિદેશોમાં રહેતા લોકોને રાહત મળશે. કારણકે અત્યાર સુધી ભારતમાં આ પ્રકારની કોઇ પ્રક્રિયા નહોતી. તો લોકોને લાઇસન્સ રિન્યૂઅલ માટે દેશમાં આવવું પડે છે.

નોંધઃ કેટલાક દેશ આજે પણ એવા છે જ્યાં ભારતીય લાઇસન્સ સાથે તમે ડ્રાઇવ કરી શકો છો, તો કેટલાક દેશોમાં ભારતીય લાઇસન્સની કોઇ માન્યતા નથી.

international news national news