PM મોદીના 70મા જન્મદિવસે જર્મની, નેપાળ,રશિયા સહિત આ દેશથી આવી શુભેચ્છાઓ

17 September, 2020 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM મોદીના 70મા જન્મદિવસે જર્મની, નેપાળ,રશિયા સહિત આ દેશથી આવી શુભેચ્છાઓ

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીને તેમના 70મા (70th Birthday) જન્મદિવસના અવસરે દેશભરમાંથી તો શુભેચ્છાઓ આવી જ રહી છે સાથે જ વિદેશમાંથી પણ તેમની માટે ગ્રીટિંગ્સ આવી રહ્યા છે. જણાવવાનું કે વિશ્વના બધાં સુપરપાવર ભારત (India) સાથે સંબંધોમાં પ્રગતિ માટે વડાપ્રધાન (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. જર્મની (Germany) ફિનલેન્ડ, (Nepal) નેપાળ, (Russia) રશિયા, સ્પેન, કેન્યા સહિત કેટલાય દેશોએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 1950માં 17 સપ્ટેમ્બરના થયો હતો.

ભૂતાનમાં ઑસ્ટ્રેલિયન રાજનાયકે તસવીરો ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. તેમણે લખ્યું કે વર્ષ 2013માં થયેલી મુલાકાત થઈ હતી તે સમયે કોણ જાણતું હતું કે હું દેશના ભાવી વડાપ્રધાનને મળી રહ્યો છું.

જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલે પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી હતી.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પણ વડાપ્રધાન નરેન્દ્રમોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે અને ભારત સાથે મળીને કામ જાળવી રાખવા તેમજ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.

રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિને પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓની સાથે તેમના સ્વાસ્થ્ય અને સફળતાની પણ કામના કરી છે. તેમણે લખ્યું છે કે, "મનથી જન્મદિવસની શુભેચ્છાઓ, હું તમારા સારા સ્વાસ્થ્ય, આનંદ અને સફળતાની કામના કરું છું."

ફિનલેન્ડની પ્રધાનમંત્રી સના મરિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ તેમણે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની આશા પણ વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, "તમારા 70મા જન્મદિવસના આવસરે મારા તરફથી શુભેચ્છાઓ અને તમારા સારા સ્વાસ્થ્ય અને બહેતર ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું."

યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જૉનસને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 70મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ જલ્દી મળી શકવાની આશા પણ વ્યક્ત કરી છે.

international news russia national news nepal australia narendra modi happy birthday