કોઈની સાથે સેક્સ ન કરે એ માટે પત્નીના ગુપ્તાંગ પર તાળું માર્યું, 10 વર્ષની સજા

19 May, 2013 07:55 AM IST  | 

કોઈની સાથે સેક્સ ન કરે એ માટે પત્નીના ગુપ્તાંગ પર તાળું માર્યું, 10 વર્ષની સજા




હમણાં જ સ્થાનિક ર્કોટે આ કેસમાં સોહનલાલ નામના ૩૮ વર્ષના પતિને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. સોહનલાલની પત્ની સીતાબાઈ ચૌહાણે ગયા વર્ષે જુલાઈ મહિનામાં પતિના ત્રાસને કારણે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો એ પછી તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા બાદ તેના ગુપ્તાંગ પર તાળું મારવામાં આવ્યું હોવાની શૉકિંગ હકીકત નર્સોના ધ્યાનમાં આવી હતી. એ પછી પોલીસે સોહનલાલની અરેસ્ટ કરી હતી.

ઑટો-ગૅરેજમાં મેકૅનિકનું કામ કરતો સોહનલાલ પત્નીના ચારિત્ર્યને લઈન અત્યંત શંકાશીલ હતો. પત્ની સીતાબાઈ કોઈની સાથે જાતીય સંબંધ બાંધે નહીં એ માટે સોહનલાલે તેના ગુપ્તાંગના ભાગે છિદ્રો પાડીને તાળું મારી દીધું હતું. સીતાબાઈને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા બાદ પોલીસે તાળું ખોલવા માટે સોહનલાલને પકડવાના પ્રયાસો કર્યા હતા. સોહનલાલે તાળાની ચાવી પોતાના શૂઝના મોજામાં છુપાવી રાખી હતી.

બાદમાં સોહનલાલે પોલીસને જણાવ્યું હતું કે અમારા પરિવારમાં અનેક સ્ત્રીઓએ તેમના પતિ સાથે દગો કર્યો હોવાથી મેં આમ કર્યું હતું.

આ કેસની સુનાવણી દરમ્યાન એક તબક્કે સીતાબાઈએ પતિ સામેના આરોપો ફેરવી તોળીને ર્કોટમાં પલટી મારી હતી. જોકે પુરાવાઓને ધ્યાનમાં લેતાં ર્કોટે સોહનલાલને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી.