કોરોનાના કહેર વચ્ચે અબુધાબીથી આવ્યા ભારતીયો

08 May, 2020 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના કહેર વચ્ચે અબુધાબીથી આવ્યા ભારતીયો

ગુરૂવારે અબુધાબીના એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ રહેલા ભારતીય પ્રવાસીઓ

યુનાઈટેડ અરબ એમિરેટ્સ (યુએઈ)માં ફસાયેલા ભારતીયોમાંથી ગુરૂવારે મોડી સાંજે પ્રથમ તબક્કામાં 350 લોકો અબુધાબી અને દુબઈથી કોચી અને કાલિકટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા. તેમેન પાછા લાવાવ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ત્રણ વિશેષ ફ્લાઈટસ મોકલવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આપેલી માહિતિ મુજબ, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સ મુજબ બધા જ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને ફરજીયાત 14 દિવસ આઈસોલેશન/ક્વોરન્ટાઈનનું પાલન કરવાનું રહેશે. દરમ્યાન દરરોજ તેમની તપાસ કરવામાં આવશે અને ટેસ્ટ પણ કરાશે. પહેલા સાત દિવસમાં જો કોઈપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખઅશે તો તેને સારવાર માટે એર્નાકુલમની મેડિકલ કોલેજમાં મોકલવામાં આવશે. પછી જો તેમનો રીપોર્ટ નેગેટીવ આવશે તો પણ તેમણે ઘરે આઈસોલેશન/ક્વોરન્ટાઈનના સાત દિવસનું પાલન કરવાનું જ રહેશે. ત્યારે પણ આરોગ્ય અધિકારીઓ સતત તપાસ કરતા જ રહેશે કે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાય છે કે નહીં.

યુએઈથી 3,000 ભારતીયો કેરેલા પાછા આવશે તેવી રાજ્યને અપેક્ષા છે. આજે સવારે પણ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં રિયાધથી 177 જેટલા પ્રવાસીઓ આવ્યા છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, માલદીવ અને દુબઈ તરફ પ્રયાણ કરેલા ત્રણ યુદ્ધ જહાજો શુક્રવારે માલદિવ્સ પહોચ્યું છે અને બે દિવસમાં કોચી આવે તેવી અપેક્ષા છે. જહાજમાં કેટલા લોકો આવશે તેની ચોક્કસ યાદી નથી પરંતુ 500 લોકોની અપેક્ષા છે. પરંતુ આંકડો હજી વધવાની શક્યતા છે. હવાઈ અને સમુદ્ર માર્ગે પરિવહન કરનારા મુસાફરોને અલગ કરવામાં આવશે અને અત્યર સુધી Non-Resident Keralites Affairs (NORKA)ને તેમના પોર્ટલ પર 4.50 લાખ લોકોની વિનંતી કરતી અરજી આવી છે.

coronavirus covid19 abu dhabi dubai kerala kochi international news