અમેરિકામાં પૌત્રીને કિડનૅપ કરનારાઓનો સામનો કરનાર ભારતીય મહિલાની હત્યા

25 October, 2012 05:28 AM IST  | 

અમેરિકામાં પૌત્રીને કિડનૅપ કરનારાઓનો સામનો કરનાર ભારતીય મહિલાની હત્યા



અમેરિકામાં અપહરણકારોએ ભારતીય મૂળની ૬૧ વર્ષની મહિલાની હત્યા કરીને તેમની માત્ર ૧૦ મહિનાની પૌત્રીનું અપહરણ કર્યું છે. આ ઘટના પેન્સિલ્વેનિયા સ્ટેટના મૉન્ટગોમરી ટાઉનમાં બની હતી. અમેરિકી પોલીસે અપહરણકારો અને કિડનૅપ થયેલી બાળકી સાન્વી વેન્નાને શોધી કાઢવા માટે મોટા પાયે ઑપરેશન હાથ ધર્યું છે.

સોમવારે બનેલી આ ઘટનામાં કેટલાક અપહરણકારો વેન્કટ કોન્ડા વેન્નાના અપાર્ટમેન્ટમાં ધસી આવ્યા હતા તથા તેમની ૧૦ મહિનાની બાળકી સાન્વીનું અપહરણ કરી ગયા હતા. આ પહેલાં અપહરણકારોએ સાન્વીનાં ૬૧ વર્ષનાં દાદીમા સત્યવતીની હત્યા કરી હતી. અપહરણકારોનો સામનો કરતી વખતે સત્યવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગયા જુલાઈમાં જ બેબીની દેખભાળ માટે અમેરિકા આવ્યાં હતાં. સાન્વીના પિતા વેન્કટ અને તેની મમ્મી લતા ફેબ્રુઆરી ૨૦૦૭માં અમેરિકા આવ્યાં હતાં. તેઓ હજી ગયા જૂનમાં જ ટેક્સસથી પેન્સિલ્વેનિયા શિફ્ટ થયાં હતાં. જે અપાર્ટમેન્ટમાં તેઓ રહેતા હતા ત્યાં ઘણા પરિવારો તથા યુવાન પ્રોફેશનલ્સ રહે છે.