ભારતીય મૂળના રાજા ચારીની નાસાના મૂન મિશન માટે પસંદગી

12 December, 2020 03:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતીય મૂળના રાજા ચારીની નાસાના મૂન મિશન માટે પસંદગી

રાજા ચારી

નાસાએ ૨૦૨૪ના મૂન મિશન માટે સંભવિત ૧૮ અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં અડધોઅડધ મહિલા અવકાશયાત્રીઓનો સમાવેશ કરાયો છે. તમામ અવકાશયાત્રીઓને ટૂંક સમયમાં તાલીમ અપાશે. નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવીને મોકલશે. જેમાં ભારતીય મૂળના રાજા જોનવુરુપુત્તુર ચારીની પસંદગી થઈ છે. આ મિશન માટે પસંદ થયેલા તેઓ એકમાત્ર ભારતીય છે. રાજાની પસંદગી ૨૦૧૭ના પ્રોગ્રામ માટે થઈ હતી. ૨૦૧૯માં તેમણે બેસિક ટ્રેઇનિંગ પૂરી કરી હતી. તેઓ મંગળ મિશન માટે પણ કામ કરે છે. અમેરિકાના સ્પેસ મિશન માટે પસંદ થયેલા તેઓ ત્રીજા ભારતીય મૂળના વ્યક્તિ છે.

international news nasa