સલમાન રશ્દી પર ન્યુ યૉર્કમાં હુમલો

13 August, 2022 09:32 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે

સલમાન રશ્દી

લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યુ યૉર્કમાં શુક્રવારે એક ઇવેન્ટમાં હુમલો થયો હતો.

ન્યુ યૉર્કના બફેલોની પાસે ચૌટાઉક્વા સંસ્થાનમાં યોજાયેલી આ ઇવેન્ટમાં રશ્દી લેક્ચર આપવા જઈ રહ્યા હતા ત્યારે એક હુમલાખોર તેમની તરફ ધસી આવ્યો હતો અને તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હોવાનું જણાવાયું છે.

આ લેખક ફ્લોર પર પડી ગયા હતા અને હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે.

રશ્દીને તેમની બુક ‘ધ સેતાનિક વર્સિસ’ને કારણે મોતની ધમકી આપવામાં આવી રહી છે. ઈરાનમાં આ બુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કેમ કે આ બુકમાં ઈશનિંદા કરવામાં આવી હોવાનો આરોપ છે.

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રશ્દી છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકા રહે છે. 

international news united states of america