લંડનમાં સુસાઇડ કરનાર ભારતીય મૂળની નર્સે અંતિમ નોટમાં સિનિયર સ્ટાફની ટીકા કરી હતી

15 December, 2012 10:07 AM IST  | 

લંડનમાં સુસાઇડ કરનાર ભારતીય મૂળની નર્સે અંતિમ નોટમાં સિનિયર સ્ટાફની ટીકા કરી હતી




મિડલટન ઍડ્મિટ હતી ત્યારે ઑસ્ટ્રેલિયન રેડિયો ચૅનલના બે રેડિયો-જોકીએ મિડલટનની તબિયતની માહિતી મેળવવા માટે પોતાને રૉયલ ફૅમિલીના સભ્યો ગણાવીને બનાવટી કૉલ કરીને કિંગ એડવર્ડ હૉસ્પિટલમાં ફોન કર્યો હતો. આ કૉલ સલન્દાહે ઉપાડ્યો હતો અને બાદમાં તેણે કેટ મિડલટનને જે રૂમમાં રાખવામાં આવી હતી ત્યાં કૉલ ટ્રાન્સફર કર્યો હતો. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. એ પછી અચાનક સલન્દાહ તેની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

બ્રિટિશ મિડિયાના અહેવાલ મુજબ ૪૬ વર્ષની સલન્દાહે ત્રણ ઇમોશનલ સુસાઇડ-નોટ લખી હતી. એમાં તેણે હૉસ્પિટલના સિનિયર સ્ટાફની સખત ટીકા કરી હતી. એવું મનાઈ રહ્યું છે કે ઑસ્ટ્રેલિયન રેડિયો-જોકીના બનાવટી કૉલ બાદ હૉસ્પિટલ સ્ટાફ દ્વારા સલન્દાહ પર પ્રેશર લાવવામાં આવ્યું હશે. સલન્દાહના હસબન્ડ બેન બાર્બોઝાએ હૉસ્પિટલના સ્ટાફ સામે તપાસની માગણી કરી છે. સલન્દાહે તેના અંતિમ પત્રોમાં શું લખ્યું હતું એની વિગતો જાહેર કરવામાં નથી આવી, પણ તેના પરિવારનાં સૂત્રોના જણાવ્યા મુજબ આ લેટર્સમાં સલન્દાહે હૉસ્પિટલના સ્ટાફ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે કેટલાક સિનિયરના વર્તનની પણ ટીકા કરી હતી.