ભારતમાં જબરદસ્ત ઝડપથી આર્થિક વિકાસ સાધવાની ક્ષમતા : બિલ ગૅટ્સ

18 November, 2019 11:54 AM IST  |  Mumbai

ભારતમાં જબરદસ્ત ઝડપથી આર્થિક વિકાસ સાધવાની ક્ષમતા : બિલ ગૅટ્સ

બિલ ગેટ્સ

માઇક્રૉસૉફ્ટના સહસ્થાપક બિલ ગૅટ્સે પી.ટી.આઇ. સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં જબરજસ્ત ઝડપી આર્થિક વિકાસ સાધવાની ક્ષમતા છે અને તેને કારણે સરકાર સ્વાસ્થ્ય તથા શિક્ષણ અગ્રક્રમોમાં ભારે એક્સાઇટિંગ કે રોમાંચક રીતે રોકાણ કરી શકશે.
આ મુલાકાતમાં ગૅટ્સે ભારતની આધાર વ્યવસ્થા તથા નાણાકીય સેવા અને ફાર્મા ક્ષેત્રમાં દેશની કામગીરીને બિરદાવી હતી.
ગેટ્સે કહ્યું,“મને વર્તમાન સમયની વધારે ખબર નથી પરંતુ હું કહેવા માગીશ કે આગામી દાયકો ભારતનો હશે આ દરમિયાન આ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે હકીકતમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે. ”
તેમણે આધાર ઓળખ વ્યવસ્થાની પ્રશંશા કરતા કહ્યું, “ભારત એક ખૂબજ મહત્વપૂર્ણ સ્થાન છે જ્યાં ઉચ્ચ કક્ષાના ઇનોવેટર્સ મળે છે. દેશમાં આધાર અને યુપીઆઇના માધ્યમથી સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે અને તેને વ્યાપક રીતે સ્વીકૃતી મળી છે. તેના ઘણા આશ્વર્યજનક પરિણામો જોવા મળ્યા છે. ”
તેમણે કહ્યું, “હું નંદન નિલેકણી જેવી વ્યક્તિનો સહયોગ મેળવવા માગુ છું. તેમણે ભારતમાં ડિજીટલ ઓળખના માધ્યમથી નાણાકીય સેવાઓ પ્રદાન કરી છે. હું એ શીખવા માગુ છું જેથી અન્ય દેશોમાં તે લાગુ કરી શકાય. જ્યારે લોકો ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ આઇટી સેવાઓ અને અહીં થયેલા ઉલ્લેખનીય કાર્યો વિશે વિચારે છે. માનવીય સ્થિતિમાં સુધાર ખૂબ ઓછો દેખાય છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો પ્રશંસનીય છે. ”

bill gates microsoft