ઈરાનના સુપર ટૅન્કરમાંના ભારતીય ક્રૂ-મેમ્બર્સનો જિબ્રાલ્ટરમાં છુટકારો

16 August, 2019 12:24 PM IST  |  લંડન

ઈરાનના સુપર ટૅન્કરમાંના ભારતીય ક્રૂ-મેમ્બર્સનો જિબ્રાલ્ટરમાં છુટકારો

ઈરાનના સુપર ટૅન્કરમાંના ભારતીય ક્રૂ-મેમ્બર્સનો જિબ્રાલ્ટરમાં છુટકારો

જિબ્રાલ્ટરના અધિકારીઓએ ઇરાનના તેલના સુપર ટૅન્કર પર સફર કરનારા ભારતીય કૅપ્ટન અને અન્ય ત્રણ ભારતીય ક્રૂ-મેમ્બર્સને તમામ આરોપોમાંથી ગઈ કાલે મુક્ત કર્યા હતા. અમેરિકી ન્યાય વિભાગે પણ છેલ્લી ક્ષણે જહાજ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ગ્રેસ-૧ ટૅન્કરના ભારતીય કૅપ્ટને તેના નિવેદનમાં કહ્યું હતું કે ‘મારી મુક્તિ બદલ હું આભારી છું.  મારી મુક્તિ માટે પ્રયાસ કરનારી મારી કાનૂની ટીમનો પણ હું આભારી છું. ’
ધરપકડ કરાયેલા ક્રૂ મેમ્બર્સ - માસ્ટર, ચીફ ઑફિસર અને બે બીજી શ્રેણીના કર્મચારીઓ - પનામાના ઝંડાવાળા સુપર ટૅન્કર પર ચઢ્યા હતા, જેની ગયા મહિને બ્રિટિશ ઓવરસીઝ ટેરેટરીમાં જિબ્રાલ્ટરમાં યુરોપા પૉઇન્ટ પર અટકાયત કરવામાં આવી હતી. જિબ્રાલ્ટરની સરકારના પ્રવક્તાએ પણ ચાર ક્રૂ મેમ્બર્સ પરની પોલીસ કાર્યવાહી પૂર્ણ થયાની વાતને સમર્થન આપ્યું હતું. જિબ્રાલ્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા જતા આ જહાજમાં યુરોપિયન યુનિયન દ્વારા નિર્દિષ્ટ માત્રા કરતાં વધુ પ્રમાણમાં ક્રૂડ ઑઇલ લોડ કરાયું હતું.

iran world news