પાકિસ્તાનની બૉર્ડર પર ઇઝરાયલ જેવી વાડ લગાવવાનો વિચાર

25 January, 2016 05:39 AM IST  | 

પાકિસ્તાનની બૉર્ડર પર ઇઝરાયલ જેવી વાડ લગાવવાનો વિચાર

આવનારા દિવસોમાં ઇઝરાયલની જેમ પાકિસ્તાનની બૉર્ડર પર વાડ લગાવવામાં આવશે જેથી આતંકવાદીઓની ઘૂસણખોરીને અસરકારક રીતે રોકી શકાય. શરૂઆતમાં જમ્મુ અને પંજાબની બૉર્ડર પર આવી વાડ લગાડવાનો વિચાર ચાલી રહ્યો છે. નવેમ્બર ૨૦૧૪માં ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગાઝા પટ્ટી પર ઇઝરાયલની ચોકીની મુલાકાત લીધી હતી અને ત્યાં લગાડવામાં આવેલી વાડ અને સુરક્ષાવ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. ઇઝરાયલે સીમા પર હાઈ-ક્વૉલિટી લૉન્ગ-રેન્જ કૅમેરા લગાડી રાખ્યા છે. એ ઉપરાંત નાઇટ ઑબ્ઝર્વેશન સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે એટલું જ નહીં, ઇઝરાયલે થર્ડ જનરેશન થર્મલ ઇમેજિંગની વ્યવસ્થા પણ કરી છે. 

રાજનાથ સિંહની યાત્રા દરમ્યાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતેનયાહુએ કહ્યું હતું કે ઇઝરાયલની સીમાસુરક્ષાની ટેક્નિક જો ભારત ઇચ્છે તો એમાં સહયોગ આપવા હું તૈયાર છું.