ભારત, ઈરાન, રશિયાએ ક્યારેક અફઘાનિસ્તામાં આતંકી સામે લડવું પડશે- ટ્રંપ

23 August, 2019 09:04 AM IST  |  વૉશિંગ્ટન

ભારત, ઈરાન, રશિયાએ ક્યારેક અફઘાનિસ્તામાં આતંકી સામે લડવું પડશે- ટ્રંપ

ડોનલ્ડ ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સચેત કર્યા છે કે ભારત, ઈરાન, રશિયા અને ટર્કી જેવા દેશોએ ક્યારેક તો અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે લડવું જ પડશે. ફક્ત અમેરિકા જ લગભગ ૭૦૦૦ માઇલ દૂર આતંકવાદ સામે લડવાનું કામ કરી રહ્યું છે. અન્ય દેશો હાલમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે ઘણો ઓછો પ્રયત્ન કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસના ફરીથી ઊભરવાના સવાલ પર ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે ‘રશિયા, અફઘાનિસ્તાન, ભારત, ઈરાન, ઇરાક, ટર્કીએ પોતાની લડાઈ ક્યારેક તો લડવી જ પડશે. અન્ય દેશો જ્યાં આઇએસઆઇએસ ઊભરી રહ્યો છે, ક્યારેક એનાથી પ્રભાવિત થયા છે. આ બધા દેશોએ એની સાથે લડવું પડશે, કારણ કે શું અમે હજી ૧૯ વર્ષ ત્યાં રોકાવા માગીએ છીએ? હું નથી સમજતો કે આવું છે.’

અમેરિકાના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો સંપૂર્ણ રીતે પાછા ફરશે નહીં. અમેરિકાએ આ યુદ્ધગ્રસ્ત દેશમાં પોતાની હાજરી નોંધાવવી જ પડશે. અમારી પાસે ગુપ્ત જાણકારી રહેશે અને અમારું કોઈ ને કોઈ ત્યાં હાજર રહેશે. અમે અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા ઓછી કરી છે. અમે કેટલાક સૈનિકોને પાછા લાવી રહ્યા છીએ, પણ પૂરી રીતે ક્યારેય અફઘાનિસ્તાનને અમેરિકા ખાલી છોડશે નહીં.

donald trump world news