અનેક દેશોમાં Ba2 ઓમાઇક્રોનના કેસમાં વધારો

23 March, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ભારપૂર્વક કહેતું રહ્યું છે કે હજી કોરોનાની મહામારીનો અંત આવ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન ઃ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ભારપૂર્વક કહેતું રહ્યું છે કે હજી કોરોનાની મહામારીનો અંત આવ્યો નથી. અનેક દેશોમાં વધુ ચેપી Ba2 ઓમાઇક્રોન સ્ટ્રેનના કારણે દૈનિક કોવિડ-કેસમાં વધારો થયો છે. યુરોપમાં ફ્રાન્સ, યુકે અને જર્મનીમાં તાજેતરમાં કેસની સંખ્યામાં વધારો થયો છે. ચીને આ વાઇરસના ફેલાવાનો સામનો કરવા માટે નિયંત્રણો વધાર્યાં છે. 
ચીન કડક નિયંત્રણો લાગુ કરી રહ્યું છે. સોમવારે શાંઘાઈમાં ૮૯૬ નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના ૯૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. જર્મની, ઑસ્ટ્રિયા અને નેધરલૅન્ડ્સમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સેન ડિયાગોસ્થિત જિનોમિક્સ ફર્મ હેલિક્સના અંદાજ અનુસાર અમેરિકામાં કોરોનાના લગભગ ૫૦થી ૭૦ ટકા દરદીઓ Ba2થી સંક્રમિત છે. છેલ્લાં બે અઠવાડિયાંથી અમેરિકામાં Ba2ના કેસ ઝડપથી વધી રહ્યા છે.

world news coronavirus Omicron Variant