અમેરિકામાં કોરોનાના ૨૦૦૦ કેસ નોંધાયા, ૫૦થી વધુ લોકોનાં મોત

15 March, 2020 12:19 PM IST  |  Washington

અમેરિકામાં કોરોનાના ૨૦૦૦ કેસ નોંધાયા, ૫૦થી વધુ લોકોનાં મોત

કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ (ફેડરલ સહાય) તરીકે ૫૦ અરબ ડૉલરની જાહેરાત કરી છે. અમેરિકામાં ૨૦ વર્ષ બાદ કોઈ ચેપી રોગને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ પહેલાં વર્ષ ૨૦૦૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વેસ્ટ નીલે વાઇરસનો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ પણ પોતાનો કોરોના વાઇરસ ટેસ્ટ કરાવી શકે છે. જોકે તેમણે એ વાત ઉપર જોર આપ્યું હતું કે તેમને તાવના કોઈ લક્ષણ નથી.

ટ્રમ્પે આ જાહેરાત દરમ્યાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે.

આગામી આઠ અઠવાડિયાં આપણા માટે ઘણાં મહત્ત્વપૂર્ણ રહેવાના છે. આ સાથે જ તેઓ કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રોની સ્થાપના કરશે. બીજી તરફ દુનિયામાં કોરોના વાઇરસના કારણે કુલ ૧ લાખ ૪૫ હજાર ૬૩૪ કેસ સામે આવી ચૂક્યા છે. ભારતીય સમય અનુસાર શનિવાર સવાર સુધીમાં કુલ ૫૪૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે.

united states of america coronavirus international news