અમેરિકામાં ૧૮ વર્ષથી મોટા તમામને વૅક્સિન અપાશે : જો બાઇડન

08 April, 2021 11:21 AM IST  |  Washington | Agency

પહેલાં અમેરિકાએ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય ઠરાવ્યું હતું. જોકે હવે તેમણે તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં ૨૦ કરોડ લોકોને રસી આપવાનું નવું લક્ષ્ય સેટ કર્યો છે. 

અમેરિકામાં ૧૮ વર્ષથી મોટા તમામને વૅક્સિન અપાશે : જો બાઇડન

પહેલી મેએ રસીકરણના ઓપન સેશનની મુદતનાં લગભગ બે અઠવાડિયાં પહેલાં જ ગઈ કાલે અમેરિકાના પ્રમુખ જો બાઇડને એવી જાહેરાત કરી હતી કે અમેરિકાના પ્રત્યેક પુખ્ત વયનો નાગરિક ૧૯ એપ્રિલ સુધીમાં રસી માટે પાત્ર બનશે. કોરોના વાઇરસની ચોથી લહેરમાં અમેરિકન યુવાનોમાં કોરોનાનો ચેપ વધવા સાથે વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકાના પ્રમુખે મંગળવારે ઉપરોક્ત જાહેરાત કરતાં કહ્યું હતું કે વધુ મૂંઝવણભર્યા નિયમો કે પ્રતિબંધો ન મૂકતાં હવે ૧૮ વર્ષ કરતાં વધુ વયના તમામ નાગરિકોને રસી આપવામાં આવશે. માત્ર ૭૫ દિવસમાં અમેરિકામાં ૧૫ કરોડ લોકોને રસી આપવા સાથે અમેરિકા રસીકરણની દોડમાં અગ્રેસર છે. પહેલાં અમેરિકાએ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય ઠરાવ્યું હતું. જોકે હવે તેમણે તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં ૨૦ કરોડ લોકોને રસી આપવાનું નવું લક્ષ્ય સેટ કર્યો છે. 

international news united states of america joe biden