પાકિસ્તાનમાં ઇમરાન શરિયા મુજબ શિક્ષણપદ્ધતિ લાગુ કરશે

13 October, 2021 11:43 AM IST  |  Pakistan | Agency

કટ્ટર ઇસ્લામિક જૂથોને ખુશ કરવા ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન ઇસ્લામનું રક્ષણ બનીને નવી શિક્ષણપદ્ધતિ લાગુ પાડશે. ઇમરાન ખાને નવા સંગઠનને પાકિસ્તાનમાં શરિયા પ્રમાણે શિક્ષણપદ્ધતિ લાગુ કરવાનું કામ સોંપ્યું છે.

પાકિસ્તાનમાં ઇમરાન શરિયા મુજબ શિક્ષણપદ્ધતિ લાગુ કરશે

તાલિબાનના રસ્તે હવે પાકિસ્તાન પણ શરિયા પ્રમાણે શિક્ષણપદ્ધતિ લાગુ પાડશે. તાલિબાનના કટ્ટર સમર્થક પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનમાં રહમતુલ લીલ આલમીન ઑથોરિટી નામના સંગઠનની સ્થાપના કરી છે. આ સંગઠન ઇસ્લામની યોગ્ય ઇમેજ દર્શાવવા માટે બન્યું હોવાનું ઇમરાન ખાને કહ્યું હતું. કટ્ટર ઇસ્લામિક જૂથોને ખુશ કરવા ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન ઇસ્લામનું રક્ષણ બનીને નવી શિક્ષણપદ્ધતિ લાગુ પાડશે. ઇમરાન ખાને નવા સંગઠનને પાકિસ્તાનમાં શરિયા પ્રમાણે શિક્ષણપદ્ધતિ લાગુ કરવાનું કામ સોંપ્યું છે. તાલિબાની શાસનમાં જે રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે અને શિક્ષણમાં ભેદભાવ થઈ રહ્યો છે એવી જ સિસ્ટમ પાકિસ્તાનમાં લાગુ કરવાની પેરવી ઇમરાન ખાને કરી છે. નવા સંગઠનને સંબોધતી વખતે ઇમરાન ખાને કહ્યું હતું કે નૈતિક મૂલ્યો જળવાય એ જરૂરી છે. કોઈ પણ દેશ નૈતિક મૂલ્યોના ભોગે વિકાસ કરી શકતો નથી. શરિયા પ્રમાણે શિક્ષણપદ્ધતિ લાગુ કરવાથી દેશમાં મૂલ્યોનું અને ધર્મનું જતન થશે. આ સંગઠનમાં ઇસ્લામના ઘણા વિદ્વાનોને સામેલ કરાશે અને સંગઠન દુનિયાને એ બતાવશે કે ખરેખર ઇસ્લામ શું છે?

international news pakistan