આઈસલેન્ડ: અકસ્માતમાં ભારતીય મૂળ પરિવારના ત્રણનાં મોત, ચારને ઈજા

28 December, 2018 05:53 PM IST  | 

આઈસલેન્ડ: અકસ્માતમાં ભારતીય મૂળ પરિવારના ત્રણનાં મોત, ચારને ઈજા

એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ

 
આઈસલેન્ડમાં આજે એક એસવીયુ કાર એક પૂલ સાથે અથડાતા ભારતીય મૂળના ત્રણ લોકોનું મૃત્યુ થયું છે અને ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામનાર લોકો એક જ પરિવારના હતા જેમા બે મહિલા અને એક બાળક છે. ઈજાગ્રસ્ત 4 લોકો પણ આ જ પરિવારના છે જેમા બે ભાઈ અને બે બાળકો છે. ઈજાગ્રસ્તોને આઈસલેન્ડની રાજધાની રેક્ઝાવિકમાં ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિવારના બધા લોકો રજા માણવા માટે નૉર્ડિક દ્વીપ ગયા હતા .

ઓળખાણ નથી કરવામાં આવી જાહેર
સ્થાનિક પોલીસે પીડિતોની ઓળખા માત્ર બ્રિટિશ નાગરિકોના રૂપમાં કરી છે. અત્યારે માત્ર નામ અને ઉંમર જાહેર કરવામાં આવી છે. આઈસલેન્ડમાં ભારતીય રાજદૂત ટી આર્મસ્ટ્રોંગ ચાંગસને ઈજાગ્રસ્ત લોકોના હાલ જાણવા લેંડસ્પાઈટલ અસ્પતાલની મુલાકાત પણ કરી હતી. અહીયા દવાખાનાનાં કર્મચારીઓ અને ડોક્ટરો સાથે વાત કરી હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે આખરે દુર્ઘટના કઈ રીતે થઈ. ચાલકે ગાડી પરથી અચાનક જ નિયંત્રણ ગુમાવ્યું હતું.