ચીનમાં ઓમિક્રોનના ડર લોકોને પુરી દીધાં લોખંડના બોક્સિઝમાં, જાણો વધુ

13 January, 2022 11:54 AM IST  |  China | Gujarati Mid-day Online Correspondent

બે કરોડથી વધુ લોકો કડક લૉકડાઉનની કેદમાં છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી (Zero Covid Policy) માટે સખતાઇથી પાલન થઇ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) કારણે ચીનના (China) અનયાંગ સહિત શહેરોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બે કરોડથી વધુ લોકો કડક લૉકડાઉનની કેદમાં છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી (Zero Covid Policy) માટે સખતાઇથી પાલન થઇ રહ્યું છે.

ડેલી મેઈલના રિપોર્ટ અનુસાર, ચીને મોટા પાયે ક્વોરન્ટીન કેમ્પસનું એક નેટવર્ક બનાવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં મેટલ બૉક્સ બનાવી તેમાં પ્રેગ્નટ મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવે છે.

રોગચાળો શરૂ થયો ત્યારે વુહાન અને હુબેઈ પ્રાન્તના બીજા ભાગોને બંધ કર્યા બાદથી અત્યારસુધીનું સૌથી કડક લૉકડાઉન છે. અત્યારે શિયાનમાં આશરે સવા કરોડ લોકો અને યુઝ્હોઉમાં 10 લાખથી વધુ લોકો લૉકડાઉનને કારણે કેદમાં છે.

ત્યાંના મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોનાના ડરને કારણે લોકોને મેટલના નાના બોક્સ જેવા રૂમમાં 2 અઠવાડિયા સુધી કેદ કરી દેવાયા છે. તેમાં પથારી અને શૌચાલય છે ચીનના મીડિયાએ પોતે શિજિયાઝુઆંગ પ્રાંતમાં 108 એકરના ક્વોરન્ટીન કેમ્પસમાં હજારો લોકોને કેવી રીતે મૂકવામાં આવ્યા છે એની તસવીરો શેર કરી છે. જાન્યુઆરી 2021માં આ કેમ્પસ બનાવાયા હતા.
આ ક્વોરન્ટીન કેમ્પસમાં રહી ચૂકેલા લોકોએ બહાર આવ્યા બાદ કહ્યું હતું કે તેમની પાસે ઠંડા મેટલના બોક્સમાં ખૂબ જ ઓછું ભોજન આપવામાં આવે છે અને તેને પોતાનું ઘર છોડીને ક્વોરન્ટીન સેન્ટરમાં રહેવાની ફરજ પડી હતી. લોકોને બસોમાં ભરીને અહીં લવાય છે.

બીબીસીના એક રિપોર્ટ અનુસાર એક વ્યક્તિએ કહ્યું, "અહીં કશું જ નથી, ફક્ત મૂળભૂત જરૂરિયાતો છે... આ કેવું ક્વોરન્ટીન સેન્ટર છે જ્યાં અમને કોઇ ચકાસવા પણ નથી આવતું? વૃદ્ધો અને બાળકોને પણ અહીં રાખવામાં આવ્યાં છે. બહાર નીકળીએ તો માર મારવામાં આવે છે.

international news china