માત્ર યુરોપમાં જ ૨૦,૦૦૦ લોકો મોતને ભેટ્યા

30 March, 2020 11:40 AM IST  |  Mumbai Desk | Agencies

માત્ર યુરોપમાં જ ૨૦,૦૦૦ લોકો મોતને ભેટ્યા

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના મોટા ભાગના દેશો આજે કોરોના વાઇરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ ૬ લાખ ૬૩ હજાર ૭૪૦ થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક ૩૦ હજાર ૮૭૯ થઈ ગયો છે. એક લાખ ૪૨ હજાર ૧૮૩ લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં પૉઝિટિવ કેસની સંખ્યા એક લાખ ૨૩ હજાર ૭૫૦ પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક ૨૨૨૭ થઈ ગયો છે. ઇટલીમાં કોરોના વાઇરસના કેસ એક લાખે પહોંચવા આવ્યા છે, જ્યારે અહીં મૃત્યુઆંક ૧૦,૦૦૦ પાર પહોંચી ગયો છે. વાઇરસની જ્યાંથી શરૂઆત થઈ હતી એવા ચીનમાં કુલ ૮૧,૪૩૯ કેસ નોંધાયા હતા. એમાંથી હાલ માત્ર ૨૬૯૧ દરદી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક ૩૩૦૦ હતો.

કૅનેડાના પ્રધાનમંત્રીનાં પત્ની કોરોના સંક્રમણથી સાજા થયાં
કૅનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોનાં પત્ની સોફી ગ્રેગોઇરે કોરોના વાઇરસનો ભોગ બન્યાં બાદ સાજા થઈ ગયાં છે. સોફીએ શનિવારે આ જાણકારી આપતાં કહ્યું હતું કે મને હવે સારું લાગે છે. ૧૨ માર્ચના રોજ લંડનના પ્રવાસ પછી તેને કોરોના વાઇરસનું સંક્રમણ લાગ્યું હતું. ત્યાર પછી પ્રધાનમંત્રી ટ્રુડો અને તેનો પરિવાર પણ આઇસોલેશનમાં હતો. કૅનેડામાં અત્યાર સુધીમાં ૫૬૫૫ પૉઝિટિવ કેસ છે અને ૬૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના ૧૫૨૬ કેસ
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના ૧૫૨૬ કેસ નોંધાયા છે અને ૧૨ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પંજાબમાં ૫૫૮ કેસ, સિંધમાં ૪૮૧ કેસ નોંધાયા છે. ચીનની મેડિકલ ટીમ અને જરૂરી સામાનનું પ્લેન પાકિસ્તાન પહોંચી ગયું છે.

કોરોનાથી વિશ્વભરમાં ૩૦,૦૦૦ના જીવ ગયા

અમેરિકા કોરોનાના સકંજામાં છે : ૨૨૦૦થી વધુ લોકોના જીવ ગયા

દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકામાં પણ કોરોના વાઇરસનો જીવલેણ પ્રકોપ ચાલુ છે. એક બાજુ જ્યાં પૉઝિટિવ કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એટલે કે રવિવારે સવારે ૯ વાગ્યા સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો વધીને ૧,૨૪,૩૭૭ પર પહોંચી ગયો છે. તો મૃતકોની સંખ્યા વધીને ૨૨૯૦ થઈ ગઈ છે. આ સિવાય ૧૦૯૫ દરદી બીમારીમાંથી રિકવર થઈ ગયા છે.

સૌથી વધુ કેસ ન્યુ યૉર્કથી સામે આવી રહ્યા છે જ્યાં કોરોના વાઇરસની ઝપટમાં આવીને અત્યાર સુધીમાં ૬૭૨ લોકોના જીવ ગયા છે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી માહિતી આપી કે વાઇટ હાઉસની કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સે ન્યુ યૉર્કમાં સખત ટ્રાવેલ ઍડ્વાઇઝરી રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

કોરોના વાઇરસ પર અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ક્વૉરન્ટીનની જરૂર નથી. આજે રાત્રે સીડીએસ આ વિશે નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે અમેરિકન સરકાર ભારતમાં કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખતા લૉકડાઉનની વચ્ચે દેશમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને નીકળવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

અમેરિકન અધિકારી ઇયાન બ્રાઉનલીએ શુક્રવારના રોજ કહ્યું કે અમે સીધા ભારતથી અમેરિકા પાછા લાવવા માટે અમેરિકન અને વિદેશી ઉડાન સર્વિસીસની વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા બન્ને દેશો તરફથી મંજૂરી મળવામાં થોડોક સમય લાગશે. આપને જણાવી દઈએ કે કોરોના વાઇરસ મહામારીથી લડવા માટે ભારતે પણ તમામ ઉડાનોને રદ કરવાની સાથે જ દેશભરમાં લૉકડાઉન લાગુ કરી રાખ્યું છે.

ઇટલી બન્યું કબ્રસ્તાન, એક જ દિવસમાં વધુ ૮૮૯નાં મોત

ઇટલીમાં કોરોનાથી હાહાકાર : મોતનો આંકડો ૧૦,૦૦૦ને પણ પાર

યુરોપનો સમૃદ્ધ દેશ ઇટલી કોરોના વાઇરસના લીધે કબ્રસ્તાન બની ગયો છે. નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ના કારણે શનિવારે ઇટલીમાં એક જ દિવસમાં વધુ ૮૮૯ લોકોનાં મોત થતાં દેશમાં મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર થઈ ગયો છે.
ઇટલીમાં લોકોનાં મોતની સંખ્યા વધતાં કબ્રસ્તાનોમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું છે. દેશમાં શનિવારે ૫૯૭૪ લોકો વધુ કોરોના પૉઝિટિવ થયા હતા. દેશમાં ૯૨,૪૭૨ લોકો કોરોના સંક્રમિત થયા છે.

અમેરિકાની સ્થિતિ પણ દયાજનક છે. અમેરિકામાં ૧,૦૪,૦૦૦ કોરોના સંક્રમિતોથી દવાખાનાં કોરોનાગ્રસ્ત થઈ ગયાં છે. ઇટલીની સ્થિતિ દયાજનક છે. વૃદ્ધ અને યુવાન દરદીઓ વચ્ચે વેન્ટિલેટર કોને ફાળવવું એની પસંદગી કરવી પડી રહી છે.

શુક્રવારે પણ ઇટલીમાં ૧૦૦૦ મોત થયાં હતાં. સમાચાર સંસ્થાના મતે વિશ્વમાં કોરોના વાઇરસના કારણે ૨૬,૦૦૦ મોત થઈ ગયાં છે અને સંખ્યા કીડી-મકોડાની જેમ વધી રહી છે.

coronavirus covid19 international news europe italy united states of america china pakistan international news coronavirus covid19 italy europe united states of america pakistan china