દાહોદમાં મહિલાએ બે માથા, ત્રણ હાથવાળા વિકૃત બાળકને જન્મ આપ્યો

09 May, 2020 05:16 PM IST  |  Mumbai Desk | Agencies

દાહોદમાં મહિલાએ બે માથા, ત્રણ હાથવાળા વિકૃત બાળકને જન્મ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

દાહોદમાં એક ખાનગી દવાખાનામાં એક પ્રસુતાએ બે માથા અને ત્રણ હાથવાળા વિકૃત બાળકને જન્મ આપ્યો હતો. સોનોગ્રાફી કરાવ્યા બાદ આ મહિલાને તાત્કાલિક ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ બાળક મિનિટોમાં જ મૃત્યુ પામ્યું હતું. જો કે મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણાયું છે. દાહોદ પાસે આવેલા ડુંગરા ફળિયામાં રહેતી એક પરિણીતાને ૮ માસનો ગર્ભ હતો, જેથી આ સગર્ભાને દુખાવો ઉપડતા તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેના શરીરમાં લોહી બહુ જ ઓછું હોવાથી તેને પરિવારજનો અન્ય એક ખાનગી દવાખાને લઈ ગયા હતા, પરંતુ આ દવાખાને પણ સફળતા મળી નહોતી.

આ સગર્ભાને દાહોદ પાસે આવેલી પડવાલ વુમન્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સોનોગ્રાફી કરતા બાળકના શરીરની સંરચના સામાન્ય કરતાં વિકૃત જણાઈ હતી ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી.

international news dahod