શરમજનક! સેક્સને બદલે છોકરીઓને પરીક્ષામાં વધુ માર્ક આપતા હતા પ્રોફેસર, પછી બન્યું આ...

17 January, 2022 02:37 PM IST  |  Rabat | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય આરોપી પ્રોફેસરને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે, જ્યારે અન્ય ચાર આરોપી પ્રોફેસર હજુ કોર્ટમાં હાજર થયા નથી

પ્રતીકાત્મક તસવીર

આફ્રિકન દેશ મોરોક્કોમાં એક કોલેજના પ્રોફેસરના શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ પ્રોફેસર એ છોકરીઓને પરીક્ષામાં વધારે માર્ક આપતા જે તેની સાથે સેક્સ કરવા તૈયાર થતી હતી. આ કેસના મુખ્ય આરોપી પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે અને તેને બે વર્ષની જેલની સજા આપવામાં આવી છે. જ્યારે આ કેસના અન્ય ચાર આરોપી પ્રોફેસર હજુ કોર્ટમાં હાજર થયા નથી.

મોરોક્કોની હસન યુનિર્વસિટીની આ ઘટનબાની જાણ લોકોને ત્યારે થઈ જ્યારે એક વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેની વાતચીત સોશ્યલ મીડિયા પર લીક થઈ ગઇ હતી. બીબીસીના અહેવાલ પ્રમાણે, મોરોક્કોની હસન યુનિવર્સિટીમાં હાઈપ્રોફાઈલ કેસનો આ પહેલો કેસ છે. આ કેસમાં પાંચ પ્રોફેસરોના નામ સામે આવ્યા છે. કોર્ટે અર્થશાસ્ત્રના પ્રોફેસરને સજા ફટકારી છે. તેને વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. દોષી પ્રોફેસર વિદ્યાર્થિનીઓને સારા માર્કની બદલીમાં યૌન શોષણ કરતો હતો. પોલીસ અન્ય ચાર આરોપી પ્રોફેસરોની શોધમાં છે જેમણે સારા માર્કની બદલીમાં સેક્સ માટે વિદ્યાર્થીનીઓને દબાણ કરતા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેની ચેટ સોશ્યલ મીડિયા પર લીક થઈ હતી. યુનિવર્સિટીની જ એક વિદ્યાર્થીનીએ ચેટને વાયરલ કરી હતી. ધીમે ધીમે મામલો ફેલાઈ ગયો અને લીક થયેલી ચેટ યુનિવર્સિટી પ્રશાસન સુધી પહોંચી. આ પછી પ્રોફેસર વિરુદ્ધ કેસ નોંધાયો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામાલાની જાણ થતા જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે લોકોએ આંદોલન શરૂ કર્યું હતું.

કેટલીક અન્ય વિદ્યાર્થિનીઓએ પણ પ્રોફેસરો પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઉચ્ચ માર્કના બદલામાં સેક્સ માટે દબાણ કરે છે. આ પછી તપાસ દરમિયાન યુનિવર્સિટીના અન્ય પ્રોફેસરોના નામ પણ સામે આવ્યા હતા. કુલ પાંચ પ્રોફેસરો આરોપી છે અને પાંચેય સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાંથી એકને અભદ્ર વર્તન, જાતીય હુમલો અને હિંસા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, આ ઘટના મોરોક્કોમાં આ પ્રકારની ઘટનાઓની શ્રેણીનો એક ભાગ છે. આનાથી મોરોક્કોની યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠાને અસર થઈ છે.

international news Crime News