ખુશખબર! : ચીનમાં કોરોના વાઇરસના 90 ટકા દરદીઓ સ્વસ્થ થયા

24 March, 2020 12:19 PM IST  |  Beijing | Agencies

ખુશખબર! : ચીનમાં કોરોના વાઇરસના 90 ટકા દરદીઓ સ્વસ્થ થયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં ૧૪,૭૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે અને ત્રણ લાખ ૩૯ હજારથી વધારે પૉઝિટિવ કેસ છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસને લઈને ફફડાટ છે ત્યારે ચીન તરફથી આ વાઇરસના સંક્રમણને લઈને સારા સમાચાર આવ્યા છે. ચીને કહ્યું કે કોરોના પૉઝિટિવ કેસમાંથી ૯૦ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઇરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યાં ૮૧,૦૦૦થી વધારે કેસ નોંધાયા હતા જેમાં ૩૨૨૭ લોકોનાં મોત થયાં છે. ચીનના નૅશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે કોરોના સંક્રમિત દરદીઓમાંથી ૯૦ ટકા દરદીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

china coronavirus covid19 international news united states of america