બ્રિટનમાં ઍસ્ટ્રાઝેનેકાની રસી લીધા પછી ૩૦ વ્યક્તિને લોહીની ગાંઠ થઈ

03 April, 2021 11:38 AM IST  |  Mumbai | Agency

લોહી ગંઠાવાના કેસમાં ૨૨ સેરેબ્રલ વેઇન થ્રોમ્બોસિસના અને ૮ અન્ય થ્રોમ્બોસિસના નોંધાયા હતા. 

બ્રિટનમાં ઍસ્ટ્રાઝેનેકાની રસી લીધા પછી ૩૦ વ્યક્તિને લોહીની ગાંઠ થઈ

બ્રિટનમાં ઍસ્ટ્રાઝેનેકાની કોવિડવિરોધી રસી લેનાર ૧.૮૦ કરોડ લોકોમાંથી ૩૦ જણને લોહી ગંઠાવાની વ્યાધિ થઈ હોવાનું સ્થાનિક મેડિસિન્સ ઍન્ડ હેલ્થકૅર રેગ્યુલેટરી ઑથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું. ગયા મહિને  આ ઍન્ટિ કોવિડ વૅક્સિન લેનારાઓમાંથી ૨૫ જણને લોહી ગંઠાવાની વ્યાધિ થઈ હતી. જોકે ઑથોરિટીના અધિકારીઓએ ઍસ્ટ્રાઝેનેકાની રસી લેવાને કારણે લોહી ગંઠાવાની સમસ્યા સામાન્ય પ્રકારની હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ૨૪ માર્ચે નોંધાયેલા લોહી ગંઠાવાના કેસમાં ૨૨ સેરેબ્રલ વેઇન થ્રોમ્બોસિસના અને ૮ અન્ય થ્રોમ્બોસિસના નોંધાયા હતા. 

international news