અબુધાબીમાં ઐતિહાસિક નિર્ણય પછી કોર્ટની ત્રીજી અધિકૃત ભાષા બની હિંદી

10 February, 2019 05:08 PM IST  |  અબુધાબી

અબુધાબીમાં ઐતિહાસિક નિર્ણય પછી કોર્ટની ત્રીજી અધિકૃત ભાષા બની હિંદી

ફાઇલ ફોટો

અબુધાબીમાં એક ઐતિહાસિક નિર્ણય પછી હિંદીને કોર્ટની આધિકારિક ભાષા તરીકે સામેલ કરી લેવામાં આવી છે. આ પહેલા ત્યાં અરબી અને અંગ્રેજી આધિકારિક ભાષાઓ હતી. આ નિર્ણય ન્યાયપ્રક્રિયામાં જટિલતાઓને ઓછી કરવા માટે લેવામાં આવ્યો છે.

અબુધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે જણાવ્યું કે તેમણે શ્રમ મામલાઓમાં અરબી અને અંગ્રેજીની સાથે હિંદી ભાષાને સામેલ કરીન કોર્ટની સમક્ષ દાવાઓના નિવેદન માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કરી દીધો છે. આ નિર્ણય એ ઉદ્દેશથી લેવામાં આવ્યો છે જેથી હિંદી ભાષી લોકોને કેસની પ્રક્રિયા, તેમના અધિકારો અને કર્તવ્યો વિશે શીખવામાં મદદ મળી શકે છે.

આધિકારિક આંકડાઓ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતની વસ્તીનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો વિદેશોના પ્રવાસી લોકો છે. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીયોની સંખ્યા 26 લાખ છે જે દેશની કુલ વસ્તીના 30 ટકા છે અને આ દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે.

આ પણ વાંચો: આતંકીઓને મજબૂત કરી રહ્યા છે US અને જર્મનીના હથિયાર, મળી ગુપ્ત જાણકારી

એડીજેડીના અવર સચિવ યુસૂફ સઈદ અલ અબ્રીએ જણાવ્યું કે દાવા શીટ, ફરિયાદો અને વિનંતીઓ માટે બહુભાષા લાગુ કરવાનો ઉદ્દેશ પ્લાન 2021ની જેમ ન્યાયિક સેવાઓને પ્રોત્સાહન આપવાનો અને કેસની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે.

અલ અબ્રીએ જણાવ્યું કે દ્વિભાષી કેસબાજીની પ્રણાલી હેઠળ નવી ભાષાઓને અપનાવવામાં આવે છે, જેનું પહેલું ચરણ નવેમ્બર 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા હેઠળ પ્રતિવાદી (ડિફેન્ડન્ટ)ના વિદેશી હોવા પર અભિયોગી (પ્લેઇન્ટિફ)ને સિવિલ અને વાણિજ્યિક કેસીઝનો અંગ્રેજીમાં અનુવાદ કરવો પડે છે.

abu dhabi