કૅનેડામાં પાકિસ્તાની ક્રિકેટર-નેતા ઇમરાન ખાનને પ્લેનમાંથી ઉતારી મુકાયા

28 October, 2012 04:54 AM IST  | 

કૅનેડામાં પાકિસ્તાની ક્રિકેટર-નેતા ઇમરાન ખાનને પ્લેનમાંથી ઉતારી મુકાયા

ઇમરાન ખાને ટ્વિટર પર આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ટૉરોન્ટોથી ન્યુ યૉર્ક જતી ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા બાદ અમેરિકાના અધિકારીઓએ મારી સઘન પૂછપરછ કરી હતી. અમેરિકી અધિકારીઓએ ખાસ કરીને પાકિસ્તાનમાં થતા ડ્રૉન હુમલાઓ વિશે મારો અભિપ્રાય માગ્યો હતો.’

પાકિસ્તાનમાં તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન પાકિસ્તાનમાં અમેરિકી દળો દ્વારા થતા ડ્રૉન હુમલાઓનો સખત વિરોધ કરી રહ્યા છે.