પાકિસ્તાનના નેતાએ રેલવે મંત્રાલય લાલુ યાદવને સોંપી દેવા આપ્યું સૂચન

17 November, 2012 04:22 AM IST  | 

પાકિસ્તાનના નેતાએ રેલવે મંત્રાલય લાલુ યાદવને સોંપી દેવા આપ્યું સૂચન

મુત્તહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યુએમ)ના સંસદસભ્ય સાજિદ અહેમદે ગઈ કાલે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહ નૅશનલ ઍસેમ્બલીમાં આ સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘જો સરકાર રેલવેની હાલત સુધારી શકતી ન હોય તો પછી રેલવે મંત્રાલય લાલુપ્રસાદ યાદવને સોંપી દેવું જોઈએ.’

ગૃહમાં રેલવે માટેની સંસદીય સમિતિના સભ્ય નોમાન ઇસ્લામ શેખ રેલવેની હાલત વિશે જવાબ આપી રહ્યા હતા ત્યારે સાજિદે આ સૂચન કરીને સૌને ચોંકાવી દીધા હતા.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પકિસ્તાનની રેલવેની હાલત સતત કથળી રહી છે. નાણાકીય સ્ત્રોતના અભાવે, જરૂરી સામાન, એન્જિન તથા ઈંધણના અભાવને કારણે સંખ્યાબંધ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકારે રેલવેના ખાનગીકરણની શક્યતા નકારી હતી.