અમેરિકામાં સૅન્ડી નામના વાવાઝોડાના ડરને કારણે સપાટો

29 October, 2012 05:58 AM IST  | 

અમેરિકામાં સૅન્ડી નામના વાવાઝોડાના ડરને કારણે સપાટો

આ ખતરનાક વાવાઝોડાને કારણે ઈસ્ટ કોસ્ટના ૮૦૦ માઇલ જેટલા વિસ્તારમાં રહેતા લાખો લોકોના જનજીવન પર અસર પડી શકે છે. અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્યારેય આટલું ભારે વાવાઝોડું નથી આવ્યું.

આ વાવાઝોડાનો સામનો કરવા માટે અનેક સ્ટેટ્સમાં ઇમર્જન્સી સર્વિસને ખડેપગે રાખવામાં આવી છે. ન્યુ યૉર્કના મેટ્રોપૉલિટન ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ શહેરના સબવે અને બસ-સર્વિસ રવિવાર સાંજથી જ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જે સોમવારે આખો દિવસ બંધ રહેશે અને છેક મંગળવાર બપોર પછી ફરી શરૂ કરવામાં આવશે. આને કારણે દરિયામાં ભારે પૂર આવવાની શક્યતા હોવાથી બધા દરિયાકિનારા પણ ભયજનક જાહેર કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય અનેક ઍરલાઇન્સોએ પણ ન્યુ યૉર્ક અને આ વિસ્તારમાં જતી પોતાની હજારો ફ્લાઇટ્સ રદ કરી છે.