યુરોપિયન પાર્લામેન્ટના હંગેરિયન સાંસદ બ્રસેલ્સમાં સેક્સ પાર્ટી કરતાં ઝડ

03 December, 2020 11:37 AM IST  |  Budapest | Gujarati Mid-day Correspondent

યુરોપિયન પાર્લામેન્ટના હંગેરિયન સાંસદ બ્રસેલ્સમાં સેક્સ પાર્ટી કરતાં ઝડ

પ્રતીકાત્મક તસવીર

પૂર્વ યુરોપના દેશ હંગેરીના રાજકારણી અને યુરોપિયન પાર્લામેન્ટના મેમ્બર  જોસેફ જાઝેર બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સેક્સ પાર્ટી કરતાં પકડાયા હતા. પોલીસે કોરોના ગાઇડ લાઇન્સના ઉલ્લંઘન બદલ પાડેલા દરોડામાં જોસેફ જાઝેરની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘટના પછી જોસેફે યુરોપિયન પાર્લામેન્ટમાંથી ‘અંગત કારણો’ દર્શાવતાં રાજીનામું આપ્યું હતું.

૫૯ વર્ષના જોસેફ વડા પ્રધાન વિક્ટર ઓર્બેનના જમણેરી પક્ષ ફિડેઝના સ્થાપક સભ્યોમાંથી એક છે. બ્રસેલ્સના સિટી સેન્ટરમાં ચાલતી સેક્સ પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે જોસેફ પહેલા માળની બારીમાંથી નીચે કૂદતાં જખમી થયા હતા. એ દરોડામાં પોલીસે તેમાં યુરોપિયન રાજદ્વારી અધિકારીઓ સહિત વીસેક જણની ધરપકડ કરી હતી.

international news budapest