પૃથ્વી ભણી તોફાની રફતારે ધસી રહી છે વિશાળ ઉલ્કા

20 July, 2021 03:20 PM IST  |  New Delhi | Agency

નાસાની ચેતવણી, ‘આ ઉલ્કા પ્રતિ સેકન્ડ ૮ કિલોમીટરની ઝડપે પસાર થશે, પચીસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ધરતીની લગોલગ આવશે’

પૃથ્વી ભણી તોફાની રફતારે ધસી રહી છે વિશાળ ઉલ્કા

અમેરિકન અવકાશી સંસ્થા નાસાના જણાવ્યા મુજબ એક વિશાળ ઍસ્ટેરૉઇડ (ઉલ્કા) તોફાની રફતારથી ધરતીની કક્ષમાં આવી રહી છે. આ ઍસ્ટેરૉઇડની પહોળાઈ ૨૦ મીટર છે અને એ ૮ કિલોમીટર પ્રતિ સેકન્ડની રફતારથી ધરતીની પાસેથી પસાર થશે. આ ઍસ્ટેરૉઇડનું નામ ‘૨૦૦૮ જીઓ૨૦’ છે. કહેવાય છે કે આગામી ૨૫ જુલાઈએ આ વિશાળ ઍસ્ટેરૉઇડ ધરતીની કક્ષાની પાસેથી પસાર થશે.
ડેલી સ્ટાર રિપોર્ટના મતે આ ઍસ્ટેરૉઇડની ધરતી સાથે ટકરાવાની આશંકા ‘ખૂબ જ ઓછી’ છે. નાસાએ આ ઍસ્ટેરૉઇડ પર બાજનજર બનાવી રાખી છે. આ આકાર લંડનના ખૂબ જ ચર્ચિત બિગ બેનના આકાર કરતાં બમણો છે. ભારતીય સમયાનુસાર ૨૫ જુલાએ રાત્રે અંદાજે બે વાગ્યે પસાર થશે. જે કક્ષમાંથી આ ઍસ્ટેરૉઇડ પસાર થશે એને અપોલો કહેવાય છે.
નાસાએ આ ખતરનાક ઍસ્ટેરૉઇડની શ્રેણીમાં મૂક્યા છે. નાસા હાલ ૨૦૦૦ ઍસ્ટેરૉઇડ પર નજર રાખી રહ્યું છે, જે ધરતી માટે ખતરો બની શકે છે. જો કોઈ તેજ રફતાર સ્પેસ ઑબ્જેક્ટ ધરતીથી ૪૬.૫ લાખ માઇલથી અંદાજે આવવાની સંભાવના હોય છે તો એને આ સ્પેસ ઑર્ગેનાઇઝેશન્સ ખતરનાક માને છે. આવનારાં ૧૦૦ વર્ષ માટે હાલ બાવીસ એવાં ઍસ્ટેરૉઇડ્સ છે જેને પૃથ્વીથી ટકરાવાની થોડીક પણ આશંકા છે.

international news