હૃતિક-સુઝૅનના ડિવૉર્સની સુનાવણી ૩૦ ઑક્ટોબરે

28 October, 2014 03:32 AM IST  | 

હૃતિક-સુઝૅનના ડિવૉર્સની સુનાવણી ૩૦ ઑક્ટોબરે


પોતાના સાંસારિક જીવનમાં ઘણી ઊથલપાથલ આવી હોવાને કારણે ગયા વર્ષનો બર્થ-ડે સુઝૅન માટે હૅપી નહોતો. વળી આ વર્ષનો બર્થ-ડે તેને પરદેશમાં ઊજવવાની ઇચ્છા હતી, પણ ૩૦ ઑક્ટોબરે તેના હૃતિક સાથેના છૂટાછેડાની સુનાવણી હોવાથી તે અહીં જ રહી ગઈ હતી અને દિવાળીના સેલિબ્રેશનને લંબાવીને પોતાનો બર્થ-ડે પણ ઊજવ્યો હતો.

અજુર્ન કપૂર બન્યો હૃતિક રોશનની ફૂટબૉલ ટીમનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

અત્યારે ચાલી રહેલી ફૂટબૉલની ઇન્ડિયન સુપર લીગમાં જ્ઘ્ પુણે સિટી ટીમે પોતાના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે અજુર્ન કપૂરની નિમણૂક કરી છે. હૃતિક રોશન આ ટીમનો કો-ઓનર છે. જોકે આ રીતે ટુર્નામેન્ટ શરૂ થઈ ગયા પછી થયેલી અજુર્નની અપૉઇન્ટમેન્ટથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.