ફક્ત આટલા ટકા ભારતીય અમેરિકનો ટ્રમ્પને મત આપવા માગે છે

15 October, 2020 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફક્ત આટલા ટકા ભારતીય અમેરિકનો ટ્રમ્પને મત આપવા માગે છે

ફાઈલ તસવીર

2020 ઈન્ડિયન અમેરિકન અટિટયુડ સર્વે (આઈએએએસ) મુજબ અમેરિકન મતદારો તરીકે નોંધપાત્ર ભારતીય મૂળના અમેરિકનો બાઈડનને મત આપવા માંગે છે.

આંકડા દર્શાવે છે કે ભારતીય અમેરિકનો ડેમોક્રેટીક પક્ષ સાથે મજબૂતપણે જોડાયેલા રહ્યા છે, અને રિપબ્લીકન પાર્ટી તરફ વળી રહ્યાનો કોઈ સંકેત નથી. સર્વે મુજબ માત્ર 22% ભારતીય અમેરિકનો ટ્રમ્પને મત આપવાનો અને ત્રણ ટકા ત્રીજા પક્ષના ઉમેદવારને મત આપવા માંગે છે. અન્ય 3% મત આપવા માંગતા નથી, જ્યારે 72 ટકા લોકો બાઈડનને મત આપવા માગે છે.



આ સર્વેમાં 936 ભારતીય અમેરિકન નાગરિકોને આવરી લેવાયા હતા. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઈન્ટરનેશનલ, જોન્સ હોટિક્ધસ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ પેન્નસિલ્વેનિયા એ પોલીંગ ફર્મ યુગોય સાથે મળી આ સર્વે કર્યો હતો. ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ ભારતીય માતાના સંતાન કમલા રોહિલની ઉપપ્રમુખના હોદા માટે ઉમેદવારની અમેરિકી-ભારતીય સમુદાયમાં ધ્રુવીકરણ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને એથી બાઈડેનને ફલોરિડા મિશિગન અને પેન્નસીલ્વેનિયામાં મદદ મળી શકે છે.

સર્વેમાં 45% એ જણાવ્યું હતું કે હેરિસની પસંદગીથી તે નવેમ્બરમાં મત આપવા પ્રેરાયા છે. જો કે 10% એ એવું જણાવ્યું હતું કે તેમની પસંદગીથી તે નિરુત્સાહીત થયા છે. અન્ય 40% એ જણાવ્યું હતું કે મત આપવાના ઈરાદા પર એથી કોઈ ફેર નથી પડયો.

donald trump us elections international news