COVID-19 VIDEO: જુઓ કેવી રીતે જુદા પ્રકારે ઝડપથી ફેલાય છે કોરોના વાયરસ

02 April, 2020 08:54 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

COVID-19 VIDEO: જુઓ કેવી રીતે જુદા પ્રકારે ઝડપથી ફેલાય છે કોરોના વાયરસ

COVID-19 Transmission:

અત્યાર સુધી COVID-19 એટલે કે કોરોનાવાયરસ વિશે માહિતી મળી છે કે આ બે રીતે ફેલાય છે. પહેલું સંક્રમિત વ્યક્તિના છીંકવા કે ઉધરસથી હવામાં છાંટાં રિલીઝ થાય છે, જો કોઇ આસપાસ ઉભા રહેલા વ્યક્તિ પર પડે તો તે પણ કોરોના સંક્રમિત થઈ જાય છે. બીજું, કોરોના વાયરસ કોઇપણ કડક સપાટી પર 9 દિવસ સુધી રહી શકે છે. તેથી જો કોઇ વ્યક્તિ એવી કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે જેના પર વાયરસ છે, તો તે સંક્રમિત થઈ જશે.

સંક્રમણના ફેલાવાના અત્યાર સુધી બે કારણો રહ્યા છે, પણ હવે વૈજ્ઞાનિકોએ ત્રીજું કારણ પણ શોધી લીધું છે. આમની માનીએ તો એક ત્રીજી રીત પણ છે જેની મદદથી આ વાયરસ મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યો છે અને તે છે 'માઇક્રોડ્રૉપ્લેટ્સ'.

જાપાનના રાષ્ટ્રીય પ્રસારણ સંગઠન 'એનએચકે'એ એક વીડિયો દ્વારા સમજાવ્યું છે કે કેવી રીતે COVID-19 વાયરસ એક એવા માધ્યમથી પણ લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેના વિશે હજી પણ માહિતી ન હતી. અને આ જ કારણ છે જેના કારણે કારોના વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાયો છે.

સંક્રામક રોગો માટે જાપાની એસોસિએશનના અધ્યક્ષ, કજુહિરો ટાટેડા, વીડિયોમાં જણાવે છે કે, "એવું લાગે છે કે આ સંક્રમણ વાતચીત દરમિયાન પણ ફેલાઇ રહ્યો છે...અને ત્યારે પણ જ્યારે બે વ્યક્તિ ઘણાં અંતરે ઉભા હોય. ઘણાં દૂર ઊભા રહેવા પર પણ જો સંક્રમણ ફેલાઇ રહ્યો છે, તો આનો અર્થ છે કે આ ફક્ત સંક્રમિત છાંટા જ નહીં, પણ પણ તેની પાછળ ખૂબ જ સૂક્ષ્મ કણ છે. આ પ્રકારના પ્રસારણને 'માઇક્રો-ડ્રૉપલેટ' સંક્રમણ કહેવામાં આવે છે."

વીડિયોમાં, એક રિસર્ચ ટીમ, લેઝર બીમ અને એક હાઇ સેન્સિટિવિટીવાળા કેમેરાનો ઉપયોગ કરીને હવામાં કણોને ટ્રેક કરવા માટે એક પ્રયોગ કરી રહી છે. જેમ એક મનુષ્ય છીંકે છે, તો છાંટા હવામાં ઘણાં બધાં સૂક્ષ્મ કણો ઉડે છે, જે એક બીજા મનુષ્યને સંક્રમિત કરવા માટે ઘણાં સમય સુધી હવામાં રહે છે.

coronavirus covid19 health tips international news