અમેરિકાના લ્યુસિયાનામાં હરિકેન લોરા ત્રાટકતાં ભારે તારાજી : 6 મોત

29 August, 2020 10:29 AM IST  |  Houston | Agencies

અમેરિકાના લ્યુસિયાનામાં હરિકેન લોરા ત્રાટકતાં ભારે તારાજી : 6 મોત

લ્યુસિયાનામાં ચાર્લ્સ નદી પર આવેલા લોરા નામના વાવાઝોડાને લીધે નુકસાન પામેલા પોતાના મોબાઇલ હોમને જોઈ રહેલું દંપતી. તસવીર : એ.એફ.પી.

અમેરિકામાં આવેલા સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક હરિકેન લોરા લ્યુસિયાના પર ત્રાટકતાં આ પ્રદેશમાં તીવ્ર પવન ફૂંકાયો હતો અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે ૬ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને રાજ્યમાં મોટા પાયે તારાજી સર્જાઈ છે.

વાવાઝોડું ટેક્સસ બૉર્ડરની પૂર્વે આશરે ૩૫ માઇલના અંતરે લ્યુસિયાનાના કૅમેરોન નજીક ત્રાટક્યું હતું, જેને કારણે સેંકડો ઘરોનો વીજપુરવઠો ખોરવાયો હતો. આ વાવાઝોડાથી લ્યુસિયાનાના ૬ જનાં મોત નીપજ્યાં હતાં, જેમાં ચાર વ્યક્તિનાં ઝાડ પડવાથી મોત થયાં હતાં. મરનારાઓમાં ૧૪ વર્ષની કિશોરી અને ૬૮ વર્ષની વ્યક્તિનો સમાવેશ છે. મહત્તમ ૧૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાવાઝોડાએ ઝડપથી કૅટેગરી-4નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

united states of america houston louisiana