સાઉથ આફ્રિકામાં નાનાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ વધ્યું

04 December, 2021 12:44 PM IST  |  Johannisberg | Agency

સાઉથ આફ્રિકાએ આ નવા વેરિઅન્ટ વિશે દુનિયાને સા‍વધ કર્યા એના પછીના એક અઠવાડિયામાં અહીં આ પહેલાંના કોરોનાના ત્રણ વેવ્સની સરખામણીમાં ઇન્ફેક્શન્સ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિઅન્ટની બાળકો પર અસર વિશે સાઉથ આફ્રિકામાં ચિંતાજનક સ્થિતિ​ જોવા મળી રહી છે. સાઉથ આફ્રિકાના ડૉક્ટર્સે જણાવ્યું હતું કે આ દેશમાં ઓમાઇક્રોનના કેસ મોટા પ્રમાણમાં આવ્યા બાદ નાનાં બાળકોમાં હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જોકે સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજી એ જાણવું ખૂબ વહેલું થશે કે અહીં હૉસ્પિટલાઇઝ્ડ તમામ બાળકો આ નવા વેરિઅન્ટની ઝપેટમાં આવ્યાં છે કે નહીં. 
સાઉથ આફ્રિકાએ આ નવા વેરિઅન્ટ વિશે દુનિયાને સા‍વધ કર્યા એના પછીના એક અઠવાડિયામાં અહીં આ પહેલાંના કોરોનાના ત્રણ વેવ્સની સરખામણીમાં ઇન્ફેક્શન્સ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 
સૌપ્રથમ કેસનું ક્લસ્ટર યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સમાં જોવા મળ્યું હતું. એ પછી આ ઇન્ફેક્શન્સ વડીલોમાં પણ જોવા મળ્યું હતું.
સાયન્ટિસ્ટ્સ અને હેલ્થ અધિકારીઓએ જણાવ્યું છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે. સાથે જ ૧૦થી ૧૪ વર્ષની ઉંમરનાં બાળકોમાં પૉઝિટિવિટીનો રેટ વધારે છે. 
સાયન્ટિસ્ટ્સ એનું એક કારણ એ જણાવે છે કે ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સાઉથ આફ્રિકામાં વૅક્સિનનો ડોઝ આપવામાં આવતો નથી. 

south africa Omicron Variant