મનુષ્યમાંથી હવે પ્રાણીમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો!

01 March, 2020 01:23 PM IST  |  Hong Kong

મનુષ્યમાંથી હવે પ્રાણીમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો!

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસથી અત્યાર સુધી મનુષ્યોને ચેપ લાગ્યો હોવાના તેમ જ અનેક મોત થયાના મામલા સામે આવ્યા છે, પરંતુ હૉન્ગકૉન્ગમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને ડૉક્ટરો પણ પરેશાન છે. અહીં એક વ્યક્તિથી તેના પોમેરેનિયન નસ્લના પાલતું કૂતરાને કોરાના વાઇરસનો ચેપ લાગ્યો છે. ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી છે.

યવોન ચાઉ હો યી તેના બીમાર કૂતરાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. અહીં તેના નાક અને મોઢાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બાદમાં તપાસ કરતાં તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું જે બાદમાં કૂતરાને ૧૪ દિવસ માટે અલગ ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

hong kong coronavirus international news