યાદગાર તારીખે ચીન-સિંગાપોર સહિતના દેશોમાં હજારો લગ્ન અને સેંકડો ડિલિવરી

13 December, 2012 05:26 AM IST  | 

યાદગાર તારીખે ચીન-સિંગાપોર સહિતના દેશોમાં હજારો લગ્ન અને સેંકડો ડિલિવરી


આ તારીખ માત્ર ૧૨ના આંકડાને કારણે યાદગાર જ નથી, પણ અનેક લોકો તેને અત્યંત શુભ પણ માને છે. ચીનનાં લગભગ દરેક શહેરોમાં મૅરેજ રજિસ્ટ્રેશન ઑફિસોની બહાર લાંબી કતારો લાગી હતી. અનેક કપલ ૧૨.૧૨.૧૨ તારીખ દર્શાવતું મૅરેજ રજિસ્ટરનું સર્ટિફિકેટ મેળવી ઝૂમી ઊઠ્યાં હતાં.

ચીનના જીલીન પ્રાંતના ચેંગચુન શહેરમાં એકસાથે ૨૦૦૦ કપલે મૅરેજ સર્ટિફિકેટ મેળવ્યાં હતાં. ચીનના સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનેક શહેરોમાં તો એટલી મોટી સંખ્યામાં લોકો મૅરેજ કરવા ઊમટ્યાં હતાં કે તેમને કન્ટ્રોલ કરવા માટે વધારાનાં પોલીસ દળો બોલાવવા પડ્યાં હતાં. હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં પણ સેંકડોની સંખ્યામાં લોકોએ મૅરેજ સર્ટિફિકેટ મેળવ્યાં હતાં. મલેશિયાના ક્વાલા લમ્પુર શહેરમાં એક ચાઇનીઝ ટેમ્પલમાં એકસાથે ૨૦૦ કપલે મૅરેજ કર્યો હતાં. હવે ભવિષ્યમાં ક્યારેય ૧૩.૧૩.૧૩ તારીખ આવવાની નહીં હોવાથી સદીની આ છેલ્લી એકસરખા આંકડાવાળી તારીખનો દુનિયાભરમાં જબરો ક્રેઝ હતો. ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા દેશોમાં તો ખાસ આ તારીખે સેંકડો બાળકોની ડિલિવરી પ્લાન કરવામાં આવી હતી.