હૉન્ગકૉન્ગ વિશ્વનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ

27 July, 2013 03:26 PM IST  | 

હૉન્ગકૉન્ગ વિશ્વનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ


આર્થિક મહાસત્તા બનવાનાં સપનાં જોઈ રહેલું ભારત ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં હજી દુનિયાના અન્ય દેશો કરતાં અનેક ગણું પાછળ છે. દુનિયાભરમાં ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ ૩.૧ MBPS છે, જેની સરખામણીએ ભારતમાં ઍવરેજ ઇન્ટરનેટ સ્પીડ હજી માત્ર ૧.૩ MBPS છે. ભારતમાં સૌથી વધુ સ્પીડ મહત્તમ ૯.૩ MBPS છે.

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ ૬૩.૬ MBPS ઇન્ટરનેટ સ્પીડ હૉન્ગકૉન્ગમાં છે, આટલી સ્પીડમાં ત્યાં ચાર GBની મૂવી માત્ર નવ મિનિટમાં ડાઉનલોડ થઈ જાય છે, જ્યારે ભારતમાં આટલી જ સાઇઝની ફિલ્મને ૯.૩ MBPS સ્પીડે ડાઉનલોડ કરતાં ઓછામાં ઓછો એક કલાક લાગે છે, જ્યારે ૧.૩ MBPSની સ્પીડે ડાઉનલોડ કરતાં સાત કલાક લાગે છે. વિશ્વના ટોચના દેશોમાં ભારતની ઍવરેજ ઇન્ટરનેટ સ્પીડ સૌથી ઓછી છે. અગ્રણી  દેશોની ઍવરેજ ઇન્ટરનેટ સ્પીડ પર એક નજર.


ઍવરેજ હાઇએસ્ટ સ્પીડ

હૉન્ગકૉન્ગ    ૬૩.૬

જપાન    ૫૦

રોમાનિયા    ૪૭.૯

સાઉથ કોરિયા    ૪૪.૮

સિંગાપોર    ૪૧.૧

સ્વિટ્ઝરલૅન્ડ    ૪૦.૩

નેધરલૅન્ડ્સ    ૩૮.૨

ભારત    ૯.૩

MBPS = મેગાબાઇટ્સ પર સેકન્ડ, GB = ગિગાબાઇટ્સ