હાઇલા! જમીનની કમીને કારણે હવે તરતી કબરો

26 November, 2012 03:37 AM IST  | 

હાઇલા! જમીનની કમીને કારણે હવે તરતી કબરો



આ કબરની ડિઝાઇનર ક્રૂઝ શિપ જેવી કરેલી છે, જે હૉન્ગકૉન્ગની દરિયાઈ પટ્ટીમાં લાંગરેલી હોય છે. જે વ્યક્તિઓ આ કબરની મુલાકાત લેવા માગતા હોય તેમણે જેમ બંદરથી શિપમાં અહીં સુધી જવું પડશે અને પછી તેઓ પોતાના પ્રિયજનની કબરની મુલાકાત લઈ શકશે.

આ તરતી કબરની મુલાકાતે આવનારા મુલાકાતીઓને બીજી અનેક સુવિધાઓ આપવાનું આયોજન છે. અહીં મુલાકાતીઓને ચાઇનીઝ વિધિ પ્રમાણે ધાર્મિક ક્રિયાઓ કરવાનું નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે તેમ જ અહીં આસપાસના વિસ્તારમાં ઘાસ ઉગાડીને નાના બગીચાનું નિર્માણ કરવાની યોજના છે જેથી અહીં આવેલા લોકો નાની પિકનિકની મજા પણ માણી શકે.