હૉન્ગ કૉન્ગમાં થયો ચલણી નોટોનો વરસાદ

26 December, 2014 05:35 AM IST  | 

હૉન્ગ કૉન્ગમાં થયો ચલણી નોટોનો વરસાદ






કન્ટેનર્સ પણ ખુલ્લાં હોવાથી એમાંથી નીકળેલી નોટો રસ્તા પર ઊડવા લાગી હતી. આસપાસના લોકોએ મોકો જોઈને આખા રસ્તા પર થઈ રહેલી ચલણી નોટોનો વરસાદ ઝીલી લેવામાં કોઈ કસર રાખી નહોતી. ટૅક્સી-ડ્રાઇવરો ટૅક્સી અધવચ્ચે ઊભી રાખીને અને રાહદારીઓ દોડી-દોડીને ઊડતી નોટોથી ગજવા ભરવામાં લાગી ગયા હતા. એક અંદાજ મુબજ ૧.૨૫ મિલ્યન પાઉન્ડ એટલે કે આશરે ૧૨.૫ કરોડ રૂપિયા આમ હવામાં ઊડી ગયા હતા. આ ઘટનાની સ્થાનિક પોલીસને ખબર કરવામાં આવતાં તેમણે ખુલ્લેઆમ થઈ રહેલી રૂપિયાની લહાણી રોકી હતી. પોલીસોનું કહેવું છે કે અડધોઅડધ રકમ તેમણે લોકો પાસેથી પાછી રિકવર કરી લીધી છે. હવે પોલીસે જનતાને ચીમકી આપી છે કે આ ઊડેલી નોટોનો સિરિયલ નંબર બૅન્ક પાસે નોંધાયેલો છે એટલે કોઈ એ પૈસા ખર્ચ કરવા જવાને બદલે જાતે આવીને પોલીસને સરેન્ડર કરી દે. સ્થાનિક લીગલ એક્સપટ્ર્સનું કહેવું છે કે જે આવી બૅન્ક-નોટ્સ પોતાની પાસે રાખશે એ બહુ મોટો ગુનો છે અને પકડાય તો ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે.