આ છોકરી સાથે લગ્ન કરનારને હવે મળશે ૫૦૦ ને બદલે ૧૨૦૦ કરોડ રૂપિયા

18 July, 2016 04:01 AM IST  | 

આ છોકરી સાથે લગ્ન કરનારને હવે મળશે ૫૦૦ ને બદલે ૧૨૦૦ કરોડ રૂપિયા



ચારેક વર્ષ પહેલાં સેસિલ ચાઓ નામના હૉન્ગકૉન્ગના બિઝનેસમૅને જાહેરાત કરી હતી કે પોતાની આ દીકરી ગિગીને પરણશે એ પુરુષને તેઓ ૫૦૦ મિલ્યન હૉન્ગકૉન્ગ ડૉલર આપશે. હકીકતમાં વાત કંઈક એમ હતી કે દીકરી લેસ્બિયન હતી અને પિતાને એ મંજૂર નહોતું. પિતાની ઇચ્છા છે કે તેની દીકરી કોઈ સરસ મજાના યુવકના હાથમાં હાથ પરોવીને ચર્ચમાં મૅરેજ કરે. જ્યારે પિતા દીકરીને કોઈ છોકરા સાથે લગ્ન કરવા માટે મનાવી ન શક્યા ત્યારે તેમણે જગતભરના યુવકો સામે ચૅલૅન્જ મૂકેલી કે મારી દીકરીનું મન બદલી શકો અને જો તે તમારી સાથે લગ્ન કરવા રાજી થાય તો કરોડો રૂપિયા આપીશ. એ વખતે લગભગ ૨૦,૦૦૦ યુવકોએ અબજોપતિ બિઝનેસમૅનની દીકરીને પરણીને અમીર થવાના ખ્વાબને અજમાવી જોયેલું, પણ ગિગી કેમેય ટસની મસ ન થઈ. ચાર વર્ષ પછી હવે ૭૭ વર્ષના ગયેલા પિતાએ હજી આશા નથી છોડી. તેમણે ઑફર બમણી કરી દીધી છે. જે પોતાની ૩૪ વર્ષની આ દીકરીને પરણવા મનાવી શકશે તેને ૧૨૦૦ કરોડ રૂપિયા આપવાની ઑફર કરી છે. પોતાની દીકરી હોમોસેક્સ્યુઅલ છે એ વાત પચાવી ન શકતા પિતાની ચૅલેન્જ ઉપાડવા અનેક યુવાનો તૈયાર છે. પિતાના બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદે કામ કરતી તેમ જ પાર્ટટાઇમ પાઇલટ એવી ગિગીનું કહેવું છે કે તેના પિતા હોમોસેક્સ્યુઅલિટીને પચાવી નથી શકતા એટલે તેમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ પૈસાની લાલચે મને કન્વર્ટ કરી દેશે.