કતરની જેલમાં સજા કાપી રહ્યું છે મુંબઇનું આ કપલ,સંબંધીએ બૅગમાં રાખ્યું આ

24 October, 2020 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કતરની જેલમાં સજા કાપી રહ્યું છે મુંબઇનું આ કપલ,સંબંધીએ બૅગમાં રાખ્યું આ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇના એક કપલે ક્યારેય સપનેય નહોતું વિચાર્યું કે હનીમૂન પર જવું તેમને ખરાબ સપના જેવું થશે. ખાડીના દેશ કતર પહોંચતા જ તેમને ડ્રગ્સ સ્મગલિંગ માટે ધરપકડ કરી લેવામાં આવી અને તે એક વર્ષથી જેલમાં છે. કપલને હનીમૂન ઑફર કરનારી એક સંબંધીએ તેમના સામાનમાં ચાર કિલો ડ્રગ્સ રાખી દીધું હતું.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) મુંબઇના આ નિર્દોષ દંપતિ શરીક ઓનિબાને બચાવવા અને તેમને કતરથી ભારત લાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. આ દંપતિ હનીમૂન પર દોહા ગયું હતું. આરોપ છે કે મહિલાની એક સંબંધીએ તેમના બૅગમાં ડ્રગ્સ રાખી દીધા. એનસીબીના જોનલ ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાનું કહેવું છે કે 6 જુલાઇ 2019ના શરીક અને ઓનિબાને દોહાના હમાદ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવ્યા.

જેલમાં જ થયો બાળકીનો જન્મ
દૂર દેશની પોલીસે તેમની પાસેથી 4.1 કિલો હશીશ જપ્ત કર્યું. ત્યાં બન્ને પર કેસ ચાલ્યો અને તેમને દસ વર્ષની સજા સંભળાવવામાં આવી. ત્યાં જેલમાં જ તેમની દીકરીનો જન્મ થયો. ઓનિબાના પિતાને આ વાતનો વિશ્વાસ હકો કે તેમની દીકરી અને જમાઇ સંપૂર્ણપણે નિર્દોષ છે. માટે પિતા શકીલ અહમદ કુરેશીએ NCBના મોટા અધિકારીઓ સાથે ગયા વર્ષે 27 સપ્યટેમ્બરના મુલાકાત કરી અને બધી વાત જણાવી. પિતાએ કહ્યું કે જે ડ્રગ્સ કતરમાં જપ્ત કરવામાં આવ્યા. તેમની પાછળ ઓનિબા/શરીકની કાકી તબસ્સુમ રિયાઝ કુરેશી અને તેમના સાથી નિજામ કારાનું મગજ છે. પિતાએ દંપતિના નિર્દોષ હોવાના સંબંધે NCB અધિકારીઓને કેટલાક દસ્તાવેજો આપ્યા અને સાથે જ એક ઑડિયો ક્લિપ પણ આપી છે.

ભારત લાવવાના પ્રયત્નોમાં NCB
ત્યાર બાદ એનસીબીએ તબસ્સુમ અને નિઝામ વિરુદ્ધ ટ્રેપ લગાડવામાં આવી. 22 ડિસેમ્બર 2019ના બન્નેની નાગપાડાથી ધરપકડ કરવામાં આવી. બન્ને પાસેથી 13 ગ્રામ કોકેન જપ્ત કર્યું. દરમિયાન 26 ફેબ્રુઆરી 2020ના એનસીબીએ ચંદીગઠમાં પણ ચાર લોકો પકડાયા. બધા પાસે દોઢ કિલો ચરસ મળ્યું, આ બધાં આરોપીઓએ સ્વીકાર્યું કે તે બધાં નિઝામ કારાના સિંડિકેટ સાથે જોડાયેલા છે. જ્યારે આ બધું સાબિત થઈ ગયું કે નિઝામ કારાના કહેવા પર તબસ્સુમે દગો આપીને પોતાની સંબંધી ઓનિબાના બૅગમાં ડ્રગ્સ રાખ્યા, તો એનસીબીએ નિર્દોષ ઓનિબા અને તેમના પતિ શરીકને ભારત પાછાં લાવવાના પ્રયત્નો ઝડપી કર્યા છે.

international news qatar national news