બર્થ-ડે પાર્ટીમાં અજાણ્યા યુવાન સાથે ડાન્સ કર્યો એટલે મિસ હૉન્ડુરસ અને તેની બહેનની હત્યા

21 November, 2014 06:13 AM IST  | 

બર્થ-ડે પાર્ટીમાં અજાણ્યા યુવાન સાથે ડાન્સ કર્યો એટલે મિસ હૉન્ડુરસ અને તેની બહેનની હત્યા




પોલીસે કરેલી પૂછપરછમાં પ્લુટાર્કો રુઇઝે કબૂલાત કરી હતી કે તેણે બન્ને બહેનોની હત્યા કરી હતી. સોફિયાએ એક બર્થ-ડે પાર્ટીમાં કોઈ અજાણ્યા યુવાન સાથે ડાન્સ કર્યો હતો. એથી પ્લુટાર્કો રુઇઝ નારાજ થયો હતો અને તેણે સોફિયાની હત્યા કરી નાખી હતી. એ જોઈને ગભરાયેલી મારિયા જોસ નાસી રહી હતી ત્યારે પ્લુટાર્કો રુઇઝે તેની પણ હત્યા કરી હતી.

પ્લુટાર્કો રુઇઝે આપેલી માહિતીને આધારે પોલીસે રાજધાની તેગુલિગલ્પાથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા સૅન્ટા બાર્બરાના કેબ્લોટાલેસ ગામ નજીકના વિસ્તારમાંથી બન્ને બહેનોની દાટી દેવામાં આવેલી ડેડ-બૉડી શોધી કાઢી હતી. પોલીસે હત્યા કરવા માટે વપરાયેલું શસ્ત્ર અને બન્ને બહેનોની ડેડ-બૉડીને કેબ્લોટાલેસ સુધી લઈ જવા માટે વાપરવામાં આવેલી કાર પણ જપ્ત કરી હતી. હૉન્ડુરસ સેન્ટ્રલ અમેરિકાનો એક દેશ છે.