યુક્રેનમાં શેરીઓમાં રખડતા કૂતરાઓ માટે રહેઠાણ બનશે

06 November, 2011 01:20 AM IST  | 

યુક્રેનમાં શેરીઓમાં રખડતા કૂતરાઓ માટે રહેઠાણ બનશે



યુક્રેનના પર્યાવરણ અને પ્રાકૃત્રિક સ્રોત પ્રધાન મીકોલા ઝ્લોચેવ્સ્કીએ કહ્યું હતું કે યુરો-૨૦૧૨ પૂર્વે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે યુક્રેન માટે આ સમસ્યાનો સુવ્યવસ્થિત રીતે નિવેડો લાવવો જરૂરી છે.

યુરોપનાં પ્રાણીસંગ્રહાલયો સાથે મળીને કૂતરાઓ માટે આશ્રયસ્થાન તૈયાર કરશે. એની શરૂઆત યુક્રેનની રાજધાની કીવથી કરવામાં આવશે. યુક્રેનમાં શેરીમાં રખડતા કૂતરાઓની સમસ્યા ખૂબ જ મોટી છે. માત્ર રાજધાની કીવમાં ૩૦,૦૦૦ જેટલા રખડતા કૂતરાઓ છે.